________________
ચોથું પદ : સ્થિતિ
હોય છે. જ્યારે પાંચ-ભરત પાંચ-ઐરવત ક્ષેત્રના મનુષ્યોની સ્થિતિ છ આરા પ્રમાણે જુદી-જુદી હોય છે. અકર્મભૂમિજ અને અંતર્તીપજ જુગલિયાની જઘન્ય ક્રોડપૂર્વ ઝાઝેરી અને ઉત્કૃષ્ટ અકર્મભૂમિજ મનુષ્યોની ત્રણ પલ્યની અને અંતર્ધીપજ મનુષ્યોની પલ્યના અસંખ્યાતમા ભાગની હોય છે. સૂત્રકારે સામાન્ય રીતે (ભેદ વિવક્ષા વિના) ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિનું કથન કર્યું છે, તે કથન યુગલિકોની અપેક્ષાએ છે. વાણવ્યંતર દેવ-દેવીઓની સ્થિતિઃ
૩૪૯
| १६५ वाणमंतराणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं, उक्कोसेणं पलिओवमं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! વાણવ્યંતર દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.
| १६६ अपज्जत्तयवाणमंतराणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા વાણવ્યંતર દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
| १६७ पज्जत्तयाणं वाणमंतराणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं पलिओवमं अंतोमुहुत्तूणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા વાણવ્યંતર દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમની છે.
| १६८ वाणमंतरीणं भंते! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहणणं दस वाससहस्साइं, उक्कोसेणं अद्धपलिओवमं ।
ભાવાર્થ: 1:- પ્રશ્ન- હે ભગવન્ ! વાણવ્યંતર દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમની છે.
| १६९ अपज्जत्तयाणं भंते ! वाणमंतरीणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા વાણવ્યંતર દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે.
| १७० पज्जत्तयाणं भंते ! वाणमंतरीणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं अद्धपलिओवमं अंतोमुहुत्तूणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા વાણવ્યંતર દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન અર્ધા પલ્યોપમની છે.