________________
[ ૩૫૦]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વાણવ્યંતર દેવો તથા દેવીની સ્થિતિનું નિરૂપણ છે. વાણવ્યંતર અને જ્યોતિષી દેવોમાં દેવો કરતાં તેની દેવીઓની સ્થિતિ અર્ધી હોય છે. જેમકે વાણવ્યંતર દેવની સ્થિતિ એક પલ્યની તો તેની દેવીઓની અર્ધા પલ્યોપમની હોય છે.
દશ પ્રકારના જંભક દેવોનો સમાવેશ વ્યંતર જાતિના દેવોમાં થાય છે. આ રીતે ૧૬ વ્યંતર + ૧૦ જુભક = ૨૬ભેદ વ્યંતરદેવોના થાય છે. ભગવતીસૂત્રશતક–૧૪/૮ માં જંભક દેવોના દશ પ્રકારનું નિરૂપણ છે. ત્યાં જઘન્ય ઉત્કૃષ્ટના ભેદની વિવક્ષા વિના તેઓની સ્થિતિ સામાન્ય રીતે એક પલ્યોપમની કહી છે.
જ્યોતિષી દેવ-દેવીની સ્થિતિ:१७१ जोइसियाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा! जहण्णेणं पलिओवमट्ठभागो, उक्कोसेणंपलिओवमं वाससयसहस्समब्भहियं । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્જ્યોતિષી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. १७२ अपज्जत्तयजोइसियाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા જ્યોતિષી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. १७३ पज्जत्तयजोइसियाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं पलिओवमट्ठभागो अंतोमुत्तूणो, उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं अंतोमुहुत्तूणं । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! પર્યાપ્તા જ્યોતિષી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્તધૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. १७४ जोइसिणीणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं पलिओवमट्ठभागो, उक्कोसेणं अद्धपलिओवमं पण्णासवाससहस्समब्भहियं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે. १७५ अपज्जत्तयाणंजोइसियाणपुच्छा ? गोयमा ! जहण्णेणवि उक्कोसेण वि अंतोमहत्तं। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા જ્યોતિષી દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. १७६ पज्जत्तयाणंजोइसियाणपुच्छा ? गोयमा !जहण्णेणंपलिओवमट्ठभागो अंतोमुत्तूणो, उक्कोसेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहिं अब्भहियं अंतोमुहुत्तूणं। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તા જયોતિષી દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ!