________________
[ ૩૪૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. १६० पज्जत्तयमणुस्साणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. १६१ सम्मुच्छिममणुस्साणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि સંતોમુરા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મૂર્ણિમ મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ હોય છે. १६२ गब्भवक्कंतियमणुस्साणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. १६३ अपज्जत्तयगब्भवक्कंतियमणुस्साणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. १६४ पज्जत्तयगब्भवक्कंतियमणुस्साणं पुच्छा ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય મનુષ્યો, સંમૂર્છાિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યોની સ્થિતિનું કથન છે. મનુષ્યોના કથનમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પદઅંતરદ્વીપ, તે ૧૦૧ ક્ષેત્રના (૧) ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા અને (૨) સંમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તાનો સમાવેશ થાય છે. (૧) સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ – સંમૂર્છાિમ મનુષ્યો લબ્ધિ અપર્યાપ્તા જ હોય છે, તે જીવો અપર્યાપ્તા અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે. (૨) ગર્ભજ મનુષ્યોની સ્થિતિ- સૂત્રકારે સમુચ્ચય ગર્ભજ મનુષ્યોની સ્થિતિનું કથન કર્યું છે પરંતુ તેમાં કર્મભૂમિજ મનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે કર્મભૂમિજ મનુષ્યોમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યો નિયમ કર્મભૂમિ હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની