________________
ચોથુ પદ:સ્થિતિ
[ ૩૪૭ ]
ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. १५६ अपज्जत्तयगब्भवक्कंतियखहयरपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. १५७ पज्जत्तयगब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणियाणपुच्छा ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो अंतोमुहुत्तूणो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિનું નિરૂપણ છે.
તિર્યચપંચેન્દ્રિયના મુખ્ય પાંચ ભેદ છે– (૧) જલચર (૨) સ્થળચર (૩) ખેચર (૫) ઉરપરિસર્પ અને (૫) ભુજપરિસર્પ. આ સૂત્રોમાં પહેલા સમુચ્ચય પંચેન્દ્રિયના નવ પ્રશ્નો કરીને પછી જલચર આદિ પાંચેયના નવ-નવ પ્રશ્નો કર્યા છે. આ રીતે ૯ ૪ ૬ = ૫૪ પ્રકારે, ચોપન સૂત્રોથી(૧૦૪થી ૧૫૭ સુધી) તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિનું નિરૂપણ છે. નવા પ્રશ્નો આ પ્રકારે છે– (૧) તિર્યંચ પંચેન્દ્રિય (૨) તેના અપર્યાપ્ત (૩) તેના પર્યાપ્ત (૪) સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય (૫) તેના અપર્યાપ્ત (૬) તેના પર્યાપ્ત (૭) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ (૮) તેના અપર્યાપ્ત (૯) તેના પર્યાપ્ત. આ સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયની નવ પ્રકારે સ્થિતિ છે. તે જ રીતે જલચરાદિ પાંચેયની ૯-૯ પ્રકારે સ્થિતિનું કથન છે. આમ છ વાર ૯૯ પ્રકારે અહીં તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિનું કથન થયું છે. યગલિક તિર્યંચ પંચેકિય :- સાધિક ક્રોડપૂર્વથી ત્રણ પલ્યોપમ સુધીની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય યુગલિક કહેવાય છે. પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે તે પાંચ પ્રકારમાંથી ચતુષ્પદ સ્થળચર અને ખેચરમાં યુગલિકો હોય છે. કારણ કે ખેચરની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અને સ્થળચરની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે, તે યુગલિકની અપેક્ષાએ છે. અન્ય ત્રણ તિર્યંચ પંચેન્દ્રિયમાં યુગલિકો હોતા નથી, કારણ કે તેમાં ક્રોડપૂર્વ વર્ષથી વધુ સ્થિતિ હોતી નથી. મનુષ્યોની સ્થિતિઃ१५८ मणुस्साणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. |१५९ अपज्जत्तयमणुस्साणं पुच्छा? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા મનુષ્યોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય