________________
ચોથુ પદ:સ્થિતિ
[ ૩૩૩ ]
શ્રી જીવાભિગમસૂત્ર પ્રતિપ્રતિ–૧માં દક્ષિણ અને ઉત્તર દિશાના ભવનપતિ દેવ-દેવીઓની સ્થિતિનું પૃથ-પૃથક્ કથન છે.
પ્રસ્તુત પાઠમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે ઉત્તર દિશાના ઈન્દ્રની અપેક્ષાએ છે. તેનાથી દક્ષિણ દિશાના ઈન્દ્રોની સ્થિતિ ઓછી હોય છે. જઘન્ય સ્થિતિ બંનેની સમાન છે.
ભવનપતિ જાતિના દેવોમાં ૧૦ અસુરકમારાદિ દેવો અને પંદર પરમાધામી દેવો તેમ ૨૫ ભેદનો સમાવેશ થાય છે. સૂત્રકારે દશ ભવનપતિદેવોની સ્થિતિનું જ કથન કર્યું છે. પંદર પરમાધામી દેવોનું કથન શ્રી સમવાયાંગ સુત્રમાં અને ભગવતીસૂત્ર શતક–૩/૭માં છે. પહેલા દેવલોકના ઇન્દ્ર, શક્રેન્દ્રના ચાર લોકપાલ દેવ છે. તેમાં યમલોકપાલના અધીનસ્થ દેવોમાં પંદર પરમાધામી દેવોની ગણના થાય છે. તે દેવો યમ નામના લોક પાલ દેવના પુત્રસ્થાનીય છે અને તેની સ્થિતિ સમુચ્ચય એક પલ્યોપમની છે. પાંચ સ્થાવર જીવોની સ્થિતિ - ५६ पुढविकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. ५७ अपज्जत्तयपुढविकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્તા પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ५८ पज्जत्तयपुढविकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બાવીસ હજાર વર્ષની છે. ५९ सुहुमपुढविकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ६० अपज्जत्तयसुहुमपुढविकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि સંતોમુહુતી ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ६१ पज्जत्तयसुहमपुढविकाइयाणपुच्छा? गोयमा !जहण्णेण विउक्कोसेण वि अंतोमुहुत्तं।