________________
૩૩૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ६२ बादरपुढविकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! બાદર પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. |६३ अपज्जत्तयबादरपुढविकाइयाणपुच्छा ? गोयमा !जहण्णेणविउक्कोसेणविअंतोमुहुत्तं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ६४ पज्जत्तयबादरपुढविकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બાવીસ હજાર વર્ષની છે. ६५ आउकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं सत्त वाससहस्साई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. ६६ अपज्जत्तयआउकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुत्तं। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!અપર્યાપ્તા અપ્લાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ६७ पज्जत्तयआउकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા અપ્લાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષની છે. ६८ सुहुमआउकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाण यजहा सुहुमपुढविकाइयाणं तहा भाणियव्वं । ભાવાર્થ – સમુચ્ચય, અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકોની સ્થિતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની સ્થિતિ પ્રમાણે જાણવી. ६९ बादरआउकाइयाणपुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणंसत्तवाससहस्साई।