________________
[ ૩૩ર |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સુવર્ણકુમાર દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન બે પલ્યોપમની છે. ५० अपज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. ५१ पज्जत्तयाणपुच्छा? गोयमा !जहण्णेणंदस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं दो पलिओवमाइं देसूणाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા સુવર્ણકુમાર દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દેશોન બે પલ્યોપમની છે. ५२ सुवण्णकुमारीणं भंते ! देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं देसूणं पलिओवमं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સુવર્ણકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર– જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની છે. ५३ अपज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. ५४ पज्जत्तयाणपुच्छा? गोयमा !जहण्णेणंदस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं देसूर्ण पलिओवमं अंतोमुहुत्तूणं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તા સુવર્ણકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન દેશોન એક પલ્યોપમની છે. ५५ एवं एएणं अभिलावेणं ओहिय-अपज्जत्तपज्जत्तसुत्तत्तयं देवाण य देवीण यणेयव्वं जाव थणियकुमाराणं जहा णागकुमाराणं । ભાવાર્થ :- આ કથનાનુસાર ઔધિક(સમુચ્ચય), અપર્યાપ્તા અને પર્યાપ્તાના ત્રણ-ત્રણ સુત્રો શેષ નવનિકાયના દેવો અને દેવીઓના વિષયમાં જાણવા જોઈએ યાવતુસ્તનિતકુમાર સુધીના દેવો અને દેવીઓની સ્થિતિ નાગકુમારની જેમ સમજી લેવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભવનપતિ જાતિના દેવોની અને દેવીઓની સ્થિતિનું કથન છે.
દશ પ્રકારના ભવનપતિ જાતિના દેવોમાં અસુરકુમાર દેવોની સ્થિતિ અધિક છે અને શેષ નવ પ્રકારના દેવોની સ્થિતિ એક સમાન છે. તે નવ પ્રકારના દેવા માટે “નવનિકાયના દેવો’ શબ્દ પ્રયોગ પ્રચલિત છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ભવનપતિ દેવોમાં ઉત્તરદિશા કે દક્ષિણ દિશાની અલગ વિચક્ષા કરી નથી, પરંતુ