________________
[ ૩૨૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
બને અવસ્થા સંભવિત છે. કરણપર્યાપ્તા જીવો લબ્ધિપર્યાપ્તા જ હોય છે.
- નારકી અને દેવોલબ્ધિપર્યાપ્તાજ હોય છે. તે જીવો અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામતા નથી. સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે જીવ કરણઅપર્યાપ્તા કહેવાય છે.
- પ્રસ્તુતમાં કરણ અપર્યાપ્તા અને પર્યાપ્તા નૈરયિકોની સ્થિતિનું કથન છે. તેથી અપર્યાપ્તાની સ્થિતિ અંતર્મુહૂર્તની જ કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન કરીને પર્યાપ્તાની સ્થિતિ કહી છે.
પૂર્વ-પૂર્વ નરકના નૈરયિકોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ પછી પછીના નરકના નૈરયિકોની જઘન્ય સ્થિતિ છે. જેમકે રત્નપ્રભા(પ્રથમનરક) પૃથ્વીની ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરોપમની છે, ત્યારે શર્કરાપ્રભા(બીજી નરક)ની જઘન્ય એક સાગરોપમની સ્થિતિ છે. તેમ છતાં અપર્યાપ્તાવસ્થાની સ્થિતિ સર્વત્ર સમાન હોય છે. અસત્તના પુવી - અધઃસપ્તમ પૃથ્વી, સાતમી નરક પૃથ્વી અધોલોકમાં સર્વથી નીચે છે તેવું સૂચિત કરવા સૂત્રકારે સાતમી પૃથ્વી સાથે 'ઈ' શબ્દનો પ્રયોગ કર્યો છે. સમુચ્ચય દેવ-દેવીઓની સ્થિતિ:२५ देवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. २६ अपज्जत्तयदेवाणं भंते !केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. २७ पज्जत्तयदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તાદેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. २८ देवीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं पणपण्णं पलिओवमाई । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. २९ अपज्जत्तयदेवीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય