________________
ચોથુ પદ:સ્થિતિ
[ ૩૨૭ ]
ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! તમ પ્રભા પૃથ્વીના પર્યાપ્તા નૈરયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન બાવીસ સાગરોપની છે. २२ अहेसत्तमपुढविणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं बावीसं सागरोवमाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ(સાતમી નરક) પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. २३ अपज्जत्तयअहेसत्तमपुढविणेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेण वि अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્તા અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. २४ पज्जत्तयअहेसत्तमपुढविणेरझ्याणंभंते ! केवईयंकालंठिईपण्णत्ता? गोयमा !जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તા અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તરગૌતમ જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન તેત્રીસ સાગરોપમની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નારકી અને તેના ભેદ-પ્રભેદોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે. અપર્યાપ્ત-૫ર્યાપ્ત અવસ્થા:- અપર્યાપ્તા-પર્યાપ્તા જીવોના બે-બે પ્રકાર છે– (૧) લબ્ધિ અપર્યાપ્તાઅપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને લબ્ધિ અપર્યાપ્તા કહે છે. લબ્ધિ અપર્યાપ્તા જીવો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી. તે જીવ અપર્યાપ્તા નામકર્મના ઉદયે અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. (૨) લબ્ધિ પર્યાપ્તા- પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો લબ્ધિ પર્યાપ્તા કહેવાય છે. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય ત્યારે પણ તે લબ્ધિ પર્યાપ્તા જ કહેવાય છે અને પર્યાપ્ત નામકર્મના ઉદયે તેઓ સ્વયોગ્ય પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે છે. આ બંને અવસ્થા અપર્યાપ્ત-પર્યાપ્ત નામકર્મ સાપેક્ષ છે.
(૩) કરણ અપર્યાપ્તા– ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહુર્ત સુધી જીવ કરણ અપર્યાપ્ત કહેવાય છે અર્થાત્ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જીવ કરણ અપર્યાપ્ત કહેવાય છે. કરણ અપર્યાપ્ત અવસ્થામાં લબ્ધિ અપર્યાપ્તા અને લબ્ધિ પર્યાપ્તા બંને પ્રકારના જીવો સંભવે છે. (૪) કરણ પર્યાપ્તા– ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત પછી અર્થાત્ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયા પછી જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે. લબ્ધિ અપર્યાપ્ત જીવો કરણપર્યાપ્ત થતા નથી. તે અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. કરણ પર્યાપ્તા જીવો લબ્ધિથી પર્યાપ્તા જ હોય છે.
લબ્ધિ અપર્યાપ્તા જીવો કરણ અપર્યાપ્તા જ હોય છે. લબ્ધિ પર્યાપ્તા જીવોમાં કરણપર્યાપ્તા અને કરણઅપર્યાપ્તા, બંને અવસ્થા સંભવિત છે. કરણઅપર્યાપ્તા જીવોમાં લબ્ધિપર્યાપ્તા અને લબ્ધિઅપર્યાપ્તા,