________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
(૪) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં છે. (૫) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે.
(૬) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે.
૩૧૭
(૬૭) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે.
(૬૮) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્ત જીવો વધુ હોય છે.
(૬૯) તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે.
(૭૦) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક પર્યાપ્તા વિશેષાધિક છે.
(૭૧) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે.
(૭૨) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ (શરીરો) અસંખ્યાતગુણા છે.
(૭૩) તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મનિગોદો (શરીરો) સંખ્યાતગુણા છે. પાંચે સ્થાવરના સૂક્ષ્મજીવો સંપૂર્ણ લોકમાં ભરેલા છે તેમ છતાં તે જીવોમાં ન્યૂનાધિકતા છે તેનાં કારણ સમજવા છદ્મસ્થો માટે શકય નથી. આ કારણે સૂક્ષ્મના આ સર્વ બોલમાં ‘સ્વભાવથી અને જ્ઞાનીની દૃષ્ટિથી છે’ તેમ સમજવું. (૫૩ થી ૭૩ બોલ સુધી પ્રત્યેક જીવો આઠમા અસંખ્યાત પ્રમાણ છે.)
(૭૪) તેનાથી અભવસિદ્ઘિક (અભવી) જીવો અનંતગુણા છે. (ચોથા અનંત પ્રમાણ છે.)
(૭૫) તેનાથી ડિવાઈ સમ્યક્દષ્ટિ(સમ્યગ્દર્શનથી પતિત થયેલા) જીવો અનંતગુણા છે. તેવા જીવો સ્વાભાવિક રીતે વધુ હોય છે. (તે જીવો પાંચમા અનંત પ્રમાણ છે)
(૭૬) તેનાથી સિદ્ધો અનન્તગુણા છે. સિદ્ધના જીવો આઠમા અનંત પ્રમાણ છે.
(૭૭) તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનંત ગુણા છે. તેમાં સાધારણ શરીરી અનંતકાયિક બાદર જીવોનો સમાવેશ થાય છે.
(૭૮) તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. તેમાં પાંચે સ્થાવરના બાદર જીવોના પર્યાપ્તાનો સમાવેશ થાય છે.
(૭૯) તેનાથી બાદર અપર્યાપ્તા વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. બાદરમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ જ હોય છે.
(૮૦) તેનાથી બાદર અપર્યાપ્તા જીવો વિશેષાધિક છે. તેમાં અન્ય એકેન્દ્રિય, વિકલેન્દ્રિય આદિ સર્વ બાદર અપર્યાપ્તા જીવોનો સમાવેશ થાય છે.
(૮૧) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે. તેમાં પર્યાપ્ત-અપર્યાપ્ત બંને પ્રકારના બાદર જીવોનો સમાવેશ થાય છે. (૮૨) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર જીવોથી સૂક્ષ્મ જીવોનું ક્ષેત્ર વધુ હોય છે.
(૮૩) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. તેમાં શેષ ચાર સ્થાવર જીવોનો સમાવેશ થાય છે.
(૮૪) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકના પર્યાપ્તા સંખ્યાતગુણા છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા