________________
[ ૩૧૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
થી સ્થળચર પર સ્થલચર અને જીવે છે, અલ્પ અવ
(૩૮) તેનાથી વ્યંતર દેવો સંખ્યાતણા છે. પરવશપણે કષ્ટ સહન કરીને શુભ પરિણામમાં મરનારા તેમજ અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરનારા વગેરે પંચેન્દ્રિય જીવો અકામ નિર્જરા કરીને વ્યંતર દેવ થાય છે. (૩૯) તેનાથી વ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે. (૪) તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાતગુણા છે. જ્યોતિષીદેવોના વિમાનો તિરછાલોકના ૧૧૦યોજન પ્રમાણ પ્રતરમાં અત્યંત સઘન છે. તેથી દેવોની સંખ્યા પણ અધિક હોય છે. (૪૧) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે, દેવોથી દેવીઓ બત્રીસગુણી વધુ હોય છે. (૪૨) તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો સંખ્યાતગુણા છે. કારણ કે– (૧) તિર્યંચ પંચેન્દ્રિયમાં
સ્ત્રી અને પુરુષ કરતાં નપુંસકોની ઉત્પત્તિ વધુ હોય છે. (૨) અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા તેમજ ક્રોડપૂર્વના આયુષ્યવાળા ઘણા તિર્યંચ નપુંસકો હોય છે, અલ્પ અવગાહનાવાળા અને દીર્ધાયુષ્યવાળા જીવો અધિક હોવાથી ખેચર, સ્થલચર અને જલચર નપુંસકોની સંખ્યા ક્રમશઃ વધી જાય છે. (૪૩) તેનાથી સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક સંખ્યાતગુણા છે. (૪૪) તેનાથી જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક સંખ્યાતણા છે. (૪૫) તેનાથી પર્યાપ્તા ચૌરેન્દ્રિય સંખ્યાતગુણા છે. સમુદ્રોમાં જળજંતુઓ વધુ છે. (૪૬) તેનાથી પર્યાપ્તા પંચેન્દ્રિય વિશેષાધિક છે. (૪૭) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. સમુદ્રોમાં વિકસેન્દ્રિય જીવો વધુ છે. (૪૮) તેનાથી તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. બેઈન્દ્રિયથી તેઈન્દ્રિય જીવો સ્વાભાવિક રીતે વધુ છે. (૪૯) તેનાથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે કારણ કે બાદર અને ત્રસજીવોમાં પર્યાપ્ત કરતાં અપર્યાપ્ત જીવો વધુ જ હોય. (૫૦) તેનાથી અપર્યાપ્તા ચોરેન્દ્રિયો વિશેષાધિક છે. અપર્યાપ્ત જીવોમાં અલ્પ ઇન્દ્રિયવાળા જીવો સ્વાભાવિક રીતે ક્રમશઃ કંઈક વધુ હોય છે. (૫૧) તેનાથી અપર્યાપ્તા તેઇન્દ્રિયો વિશેષાધિક છે. (પર) તેનાથી અપર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. (૫૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. ત્રસજીવોથી એકેન્દ્રિય જીવો વધુ હોય છે. (૫૪) તેનાથી પર્યાપ્તા બાદર નિગોદો(બાદર અનંતકાયિક જીવોના શરીરો) અસંખ્યાતગુણા છે. તેની અવગાહના સૂક્ષ્મ હોય છે. (૫૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. લોકમાં તેનું ક્ષેત્ર વધુ છે. (૫૬) તેનાથી બાદર અપૂકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે.લોકમાં પૃથ્વીથી પાણીનું ક્ષેત્ર વધુ છે. (૫૭) તેનાથી બાદર વાયુકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. લોકમાં બાદર વાયુ લોકાંત સુધી છે. (૫૮) તેનાથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર જીવોમાં પર્યાપ્તથી અપર્યાપ્ત જીવો વધુ હોય છે. (૫૯) તેનાથી પ્રત્યેક શરીરી બાદરવનસ્પતિકાયિકના અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તેજસ્કાયિક જીવોથી તેનું ક્ષેત્ર વધુ છે. (O) તેનાથી અપર્યાપ્યા બાદ નિગોદો (શરીરો) અસંખ્યાતગુણા છે. અવગાહના અત્યંત નાની છે. (૧) તેનાથી બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૨) તેનાથી બાદર અપ્લાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી બાદર વાયુકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે.