________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૩૧૫ ]
હોય છે જ્યારે
સોગુણી જ હીનાહિક અસખ્યાતગુણી હીના
(રર) તેનાથી ત્રીજા સનસ્કુમાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેના વિમાનો અધિક છે અને તે દક્ષિણ દિશામાં હોવાથી દેવોની સંખ્યા અધિક છે. (૨૩) તેનાથી બીજી શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે. (સાતમી નરક પૃથ્વીના નૈરયિકોથી બીજી નરક પૃથ્વીના નૈરયિકો સુધી ક્રમશઃ અવગાહના નાની છે અને નરકાવાસો વધારે છે. તેથી નૈરયિકોની સંખ્યા વધારે છે. (૨૪) તેનાથી (બીજી નરકના નૈરયિકોથી) સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. તેમની અવગાહના અત્યંત નાની એટલે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. (૨૫) તેનાથી બીજા ઈશાન કલ્પના દેવો અસંખ્યાતણા છે, પૂર્વના દેવલોકની અપેક્ષાએ સ્થિતિ અલ્પ (એક પલ્યોપમ સાધિક) હોવાથી દેવો વધુ હોય છે. (૨૬) તેનાથી બીજા ઈશાન કલ્પની દેવીઓ સંખ્યાતગ્રણી છે કારણ કે દેવોથી દેવીઓ ઉત્કૃષ્ટપણે બત્રીશગુણી અને બત્રીશ અધિક હોય છે. (૨૭) તેનાથી પ્રથમ સૌધર્મ કલ્પના દેવો સંખ્યાતગુણ છે, કારણ કે વિમાનો વધુ છે અર્થાત્ ઈશાન કલ્પમાં અઠ્યાવીશ લાખ વિમાનો છે અને સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનો છે. વિશેષ : માહેન્દ્ર, સનકુમાર આદિ ઉપરના કલ્પોના દેવોમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણી હીનાધિકતા હોય છે,
જ્યારે સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોમાં સંખ્યાતગુણી જ હીનાધિકતા છે. તેનું કારણ એ છે કે ત્રીજાથી ઉપરના દેવલોકમાં કેવળ દેવો જ હોય છે જ્યારે સૌધર્મ અને ઈશાન દેવલોકમાં દેવો અને દેવીઓ બંને હોય છે તેથી તે બંને દેવલોકમાં જીવોની સંખ્યાનું દેવ અને દેવી તે બે પ્રકારમાં વિભાજન થઈ જાય છે. તે ઉપરાંત સૌધર્મ અને ઈશાન દેવલોકની સ્થિતિમાં ન્યૂનાધિકતા અલ્પ છે, જ્યારે ઉપરના દેવલોકોમાં પરસ્પર સ્થિતિનું અંતર અધિક હોય છે તેથી તેમાં પરસ્પર અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થાય છે. (૨૮) તેનાથી સૌધર્મ કલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે કારણ કે દેવોથી દેવીઓ બત્રીશગુણી અને બત્રીશ વધુ હોય છે. (૨૯) તેનાથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તે દેવોના ભવનો અને ક્ષેત્ર વધુ છે. (૩૦) તેનાથી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે. (૩૧) તેનાથી પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે કારણ કે અસંજ્ઞી-સંજ્ઞી બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે અને કૃષ્ણપક્ષી જીવો પણ ઘણા ઉત્પન્ન થાય છે. (૩ર) તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો અસંખ્યાતગુણા છે. નૈરયિકોથી તિર્યંચ પંચેન્દ્રિય જીવો સ્વાભાવિક રીતે વધુ જ હોય. (૩૩) તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ(તિર્યંચાણીઓ) સંખ્યાતગુણી છે. કારણ કે તિર્યંચ પુરુષથી તિર્યંચાણી ત્રણ ગુણી અને ત્રણ અધિક હોય છે. (૩૪) તેનાથી સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો સંખ્યાતગુણા છે. પક્ષીઓ કરતાં ચતુષ્પદ સ્થલચર પ્રાણી વધુ હોય છે. (૩૫) તેનાથી સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચાણી સંખ્યાતગુણી છે. કારણ કે સ્ત્રીઓની સંખ્યા વધુ હોય છે. (૩૬) તેનાથી જળચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષ સંખ્યાતણા અધિક છે. અસંખ્ય સમુદ્રોમાં સંજ્ઞી પંચેન્દ્રિય મચ્છ–કચ્છ ઘણા હોય છે. (૩૭) તેનાથી જળચર પંચેન્દ્રિય તિર્યંચાણી સંખ્યાતગુણી છે.