________________
[ ૩૧૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ – હવે હું સમસ્ત જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ કરતાં મહાદંડકનું વર્ણન કરીશ(૧) સર્વથી થોડા ગર્ભજ મનુષ્યો છે. કારણ કે તે સંખ્યાતા જ હોય છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રના આધારે તેની ઉત્કૃષ્ટ સંખ્યા ર૯ અંક પ્રમાણ છે. યથા– ૭૯,૨૨,૮૧,૨,૫૧,૪૨,૬૪,૩૩,૭૫,૯૩,૫૪,૩૯,૫૦,૩૩૬. (૨) તેનાથી મનુષ્યાણી સંખ્યાતગુણી અધિક છે. ગર્ભજ મનુષ્યો કરતાં મનુષ્યાણી ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ સત્તાવીશગુણી અને સત્તાવીશ વધુ હોય છે. જ્યારે મનુષ્યો ઉત્કૃષ્ટ સંખ્યાએ ન હોય, ત્યારે જઘન્ય, મધ્યમ કોઈપણ સંખ્યા હોઈ શકે છે. આ સંપૂર્ણ અલ્પબદુત્વ દરેક જીવોની ઉત્કૃષ્ટ રાશિની અપેક્ષાએ સમજવું. (૩) તેનાથી બાદર તેજસ્કાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે કારણ કે મનુષ્યોથી એકેન્દ્રિય જીવો વધુ જ હોય છે. (૪) તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા છે કારણ કે તેજસ્કાયિક પર્યાપ્ત માત્ર ૪૫ લાખ યોજન પ્રમાણ અઢીદ્વીપ ક્ષેત્રમાં હોય છે અને તેમાં પણ કર્મભૂમિમાં જ હોય છે. જ્યારે પ્રસ્તુત દેવો તો અસંખ્ય યોજન પ્રમાણ મોટા વિમાનોમાં હોય છે. (૫) તેનાથી ઉપરિતન (ઉપરની) ત્રણ ગ્રેવેયકના દેવો સંખ્યાતગુણા છે. કારણ કે અનુત્તર વિમાનવાસી દેવોનાં પાંચ વિમાનો છે અને ઉપરની ત્રણ ગ્રેવેયકના સો વિમાનો છે અને તે દરેક વિમાનમાં અસંખ્યાતા દેવો છે. (૬) તેનાથી મધ્યમ(વચ્ચેની) ત્રણ ગ્રેવેયકના દેવો સંખ્યાતગુણા છે. કારણ કે નીચે-નીચેના દેવલોકોમાં દેવો ક્રમશઃ વધુ હોય છે. (૭) તેનાથી અધસ્તન(નીચલી) ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. (૮) તેનાથી બારમા અશ્રુત કલ્પના દેવો સંખ્યાતણા છે. (૯) તેનાથી અગિયારમા આરણ કલ્પના દેવો સંખ્યાતગુણા છે. જો કે આરણ અને અશ્રુત કલ્પ બંને સમશ્રેણિમાં છે અને તેમાં વિમાનોની સંખ્યા સરખી છે. છતાં અલ્પ-અલ્પ સ્થિતિના દેવો ક્રમશઃ વધુ હોય છે. (૧૦) તેનાથી દશમાં પ્રાણત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી નવમા આણત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૧૨) તેનાથી અધઃસપ્તમ(સાતમી) નરક પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે એકથી અગિયાર બોલોમાં કેવળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે તિર્યંચ પંચેન્દ્રિયો ત્યાં ઉત્પન્ન થતા નથી અને અહીંથી આગળના બોલોમાં તિર્યંચ પંચેન્દ્રિય પણ ઉત્પન્ન થાય છે તેથી તે જીવો અસંખ્યગુણા થાય છે. (૧૩) તેનાથી છઠ્ઠી તમઃપ્રભા નરક પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે. (૧૪) તેનાથી આઠમા સહસાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેના વિમાનો અધિક સંખ્યામાં અને અધિક વિસ્તારવાળા છે. (૧૫) તેનાથી સાતમા મહાશુક્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. અહીં ઘણા વિમાનો છે અર્થાત્ સહસાર કલ્પમાં છ હજાર વિમાનો છે, જ્યારે મહાશુક્ર કલ્પમાં ચાલીશ હજાર વિમાનો છે. (૧૬) તેનાથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેના નરકાવાસો વધુ છે. (૧૭) તેનાથી છઠ્ઠા લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, તેના વિમાનો વધુ છે. (૧૮) તેનાથી ચોથી પંકપ્રભા પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે. (૧૯) તેનાથી પાંચમા બ્રહ્મલોક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૨૦) તેનાથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકો અસંખ્યાતગુણા છે. (૨૧) તેનાથી ચોથા માહેન્દ્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે.