________________
૩૧૮
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
સંખ્યાતગુણા હોય છે.
(૮૫) તેનાથી સમુચ્ચય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. તેમાં પૃથ્વીકાયિકાદિ ચાર સૂક્ષ્મ પર્યાપ્તાનો સમાવેશ થાય છે.
(૮૬) તેનાથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. તેમાં સૂક્ષ્મના પર્યાપ્તા-અપર્યાપ્તા બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે.
(૮૭) તેનાથી ભવસિદ્ધિક જીવો વિશેષાધિક છે. કારણ કે અનંતાનંત સંસારી જીવોમાં અભવી જીવોને છોડી શેષ સર્વ જીવો ભવી(ભવસિદ્ધિક) છે.
(૮૮) તેનાથી(સમુચ્ચય) નિગોદ જીવો વિશેષાધિક છે. તેમાં સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના નિગોદના સમસ્ત જીવોનો સમાવેશ થવાથી તે વિશેષાધિક થાય છે.
(૮૯) તેનાથી સમુચ્ચય વનસ્પતિ જીવો વિશેષાધિક છે. તેમાં પ્રત્યેક શરીરી વનસ્પતિના જીવો વધે છે. (૯૦) તેનાથી સમુચ્ચય એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, તે ચારે ય સ્થાવર જીવો વધે છે.
(૯૧) તેનાથી સમુચ્ચય તિર્યંચો વિશેષાધિક છે. તેમાં બેઈન્દ્રિયાદિ ત્રસ તિર્યંચો વધે છે.
(૯૨) તેનાથી મિથ્યાદષ્ટિ જીવો વિશેષાધિક છે. તેમાં નિયંચ જીવોમાંથી સમ્યગ્દષ્ટિ જીવો ઘટે છે અને શેષ ત્રણ ગતિના મિથ્યાદષ્ટિ જીવો વધે છે. આ રીતે આ બોલમાં પ્રથમ ગુણસ્થાનવર્તી સમસ્ત જીવોની ગણના છે. (૯૩) તેનાથી અવિરત જીવો વિશેષાધિક છે. તેમાં પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આ ચાર ગુણસ્થાનવર્તી સમસ્ત જીવોની ગણના થાય છે.
(૯૪) તેનાથી સકયાથી જીવો વિશેષાધિક છે. તેમાં પહેલાથી દશમા સુધીના ગુણસ્થાનવર્તી સમસ્ત જીવોની ગણના થાય છે.
(૯૫) તેનાથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે. તેમાં અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવો વધે છે. (૯૬) તેનાથી સયોગી જીવો વિશેષાધિક છે. તેમાં તેરમા ગુણસ્થાનવી જીવો વધે છે.
(૯૭) તેનાથી સંસારી જીવો વિશેષાધિક છે. તેમાં ચૌદમા ગુણસ્થાનવી જીવો વધે છે. એટલે આ બોલમાં સમસ્ત સંસારી જીવોની ગણના થાય છે.
(૯૮) તેનાથી સર્વ જીવો વિશેષાધિક છે. આ અંતિમ બોલમાં સમસ્ત સંસારી જીવો અને સર્વ સિદ્ધોની ગણના છે.
વિવેચનઃ
પ્રસ્તુત સત્યાવીશમા દ્વારમાં ૯૪ પ્રકારે વિવિધ પ્રકારના જીવો અને ૪ નિોદ શરીરને સાથે લઈને કુલ ૯૮ બોલોનું સંયુક્ત અલ્પબહુત્વ પ્રતિપાદિત કર્યું છે.
મહાપંડયું. વળફસ્સામિ :- આ હારના વર્ણનને સૂત્રકારે મહાદંડક નામ આપ્યું છે. પરંપરામાં આ સંકલનના બે નામ પ્રચલિત છે– (૧) અઠાણું બોલનું અલ્પબહુત્વ (૨) મહાદંડક પ્રકરણ. આ બંનેમાં બીજું નામ શાસ્ત્રાનુસાર છે અને પહેલું નામ સંખ્યાને અનુલક્ષીને છે.
વિડિય સમ્મત્ત :- પડિવાઈ સમ્યગદષ્ટિ એક વાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પછી તેનાથી ચ્યત થયેલા મિથ્યાત્વી જીવો જ્યાં સુધી ફરીવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે જીવોને પડિવાઈ સમ્યગ્દષ્ટિ કહે છે.