________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
છે, (૪) તેનાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલો, દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી તે જ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. | १८३ एएसिणं भंते ! एगगुणकालगाणं, संखेज्जगुणकालगाणं, असंखेज्जगुणकालगाणं, अणंतगुणकालगाणं च पोग्गलाणं दव्वट्टयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
૩૦૯
गोयमा ! जहा परमाणुपोग्गला तहा भाणियव्वा । एवं संखेज्जगुणकालगाण वि । एवं सेसा वि वण्णा-गंधा- रसा फासा भाणियव्वा । फासाणं कक्खङमउय-गरुय-लहुयाणं जहा एगपएसोगाढाणं भणति तहा भाणियव्वं । अवसेसा फासा जहा वण्णा गंधा भणिया तहा भाणियव्वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક ગુણ કાળા, સંખ્યાત ગુણ કાળા, અસંખ્યાતગુણ કાળા અને અનંતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોમાં, દ્રવ્યથી, પ્રદેશથી તથા દ્રવ્ય અને પ્રદેશથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે પરમાણુ પુદ્ગલના વિષયમાં કહ્યું છે, તે જ રીતે અહીં પણ કહેવું જોઈએ. તે જ રીતે સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણ કાળા, અનંતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. તે જ રીતે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પુદ્ગલોના સંબંધમાં કહેવું જોઈએ. પરંતુ સ્પર્શમાં કર્કશ, મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શોના વિષયમાં પરમાણુ આદિની જેમ ન કહેતાં એક પ્રદેશાવગાઢ આદિ પુદ્ગલોના અલ્પબહુત્વની જેમ કહેવું જોઈએ. શેષ ચાર સ્પર્શના વિષયમાં વર્ણાદિના અલ્પબહુત્વની સમાન એટલે કે પરમાણુ આદિની સમાન કથન કરવું. II છવીસમું દ્વાર પૂર્ણ ॥ વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધના દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશાર્થના અલ્પબહુત્વની વિચારણા છે. દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડા અનંત પ્રદેશી કંધો છે. તેમાં ઘણા સ્કંધો બાદર હોવાથી થોડા છે અર્થાત્ પરમાણુથી અસંખ્ય પ્રદેશી સુધીના સ્કંધો સૂક્ષ્મ અને ચક્ષુ અગ્રાહ્ય હોવાથી લોકમાં ઘણા હોય છે. (૨) તેનાથી પરમાણુ પુદ્ગલ અનંતગુણા છે. (૩) તેનાથી સંખ્યાતપ્રદેશી બંધના સંખ્યાત વિકલ્પો થવાથી સંખ્યાતગુણા છે અને(૪) તેનાથી અસંખ્યાતપ્રદેશી સ્કંધના અસંખ્યાતા વિકલ્પો થવાથી અસંખ્યાતગુણા છે. પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ અલ્પબહુત્વનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
ક્ષેત્રની અપેક્ષાએ અલ્પબહુત્વઃ– અહીં ક્ષેત્રની પ્રધાનતા છે. એક આકાશપ્રદેશ ઉપર રહેલા પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધોને એક દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે કારણ કે બધાનું આધારભૂત ક્ષેત્ર એક આકાશપ્રદેશ છે. તે જ રીતે લોકાકાશના બે આકાશપ્રદેશ ઉપર રહેલા દ્વિપ્રદેશીથી અનંતપ્રદેશી સુધીના સ્કંધો દ્વિપ્રદેશાવગાઢ કહેવાય છે. સ્કંધ જેટલા પ્રદેશી હોય, તેટલા આકાશપ્રદેશ પર ઉત્કૃષ્ટપણે તે અવગાઢ થઈ શકે છે અને ઓછામાં ઓછા એક આકાશ પ્રદેશ પર પણ અવગાઢ થઈ શકે છે. યથા–દ્વિપ્રદેશી સ્કંધ