________________
[ ૩૧૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ બે આકાશપ્રદેશ પર રહી શકે છે પરંતુ તે ત્રણ આકાશ પ્રદેશ પર રહી શકતો નથી. ક્રિપ્રદેશ સ્કંધ જ્યારે એક આકાશપ્રદેશ પર રહે ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તે એકપ્રદેશાવગાઢ દ્રવ્ય કહેવાય અને બે આકાશ પ્રદેશ પર રહે ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ બે પ્રદેશાવગાઢ દ્રવ્ય કહેવાય છે.
તે જ રીતે દશપ્રદેશી સ્કંધ જઘન્ય એક આકાશપ્રદેશ પર રહે છે; મધ્યમ બે, ત્રણ, ચાર યાવત નવ આકાશપ્રદેશ પર રહે છે અને ઉત્કૃષ્ટ દશ આકાશપ્રદેશ પર રહે છે પરંતુ દશથી વધારે આકાશપ્રદેશ પર તે રહી શકતો નથી. ક્ષેત્રની અપેક્ષાએ તે જેટલા આકાશપ્રદેશ પર સ્થિત થયો હોય તેટલા આકાશ પ્રદેશાવગાઢ દ્રવ્ય કહેવાય છે. તે જ રીતે અનંતપ્રદેશ સ્કંધ જઘન્ય એક આકાશપ્રદેશ પર રહે છે; મધ્યમ બે, ત્રણ, ચાર યાવતું સંખ્યાતપ્રદેશ પર રહે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશ પર રહે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ હોવાથી તે ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશ પર રહે છે, અનંત આકાશ પ્રદેશ લોકમાં નથી.
અનંતપ્રદેશી સ્કંધ જ્યારે એક આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તે એક પ્રદેશાવગાઢ દ્રવ્ય કહેવાય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્ય કહેવાય છે.
આ રીતે ક્ષેત્રની પ્રધાનતાને સ્વીકારીને વિચારણા કરતાં– (૧) એક પ્રદેશાવગાઢ દ્રવ્યો સ્વભાવથી લોકમાં સર્વથી થોડા છે. (૨) તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યો સંખ્યાતગુણા છે. કારણ કે એકથી વધુ એટલે કે બે, ત્રણ, ચાર યાવતુ સંખ્યાત આકાશ પ્રદેશ અવગાહન કરનારા પુદ્ગલોના સંખ્યાતા વિકલ્પ થવાથી સંખ્યાતગુણા થાય છે. (૩) તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યોના અસંખ્ય વિકલ્પો હોવાથી અસંખ્યાતગુણા થાય છે. આ જ રીતે પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએ અલ્પબદુત્વને પૂર્વવત્ સમજી લેવું જોઈએ. કાલની અપેક્ષાએ અલ્પબહુત્વ - તે ભાવાર્થથી સ્પષ્ટ છે. ભાવની અપેક્ષાએ અલ્પબહત્વ :- તેમાં વર્ણ, ગંધ, રસ અને ચાર મૂળ સ્પર્શ- શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષનું કથન પરમાણુ યુગલ આદિના અલ્પબદુત્વની સમાન છે.
કાળા વર્ણના પુદ્ગલો દ્રવ્યાપેક્ષયા– (૧) સર્વથી થોડા અનંતગુણ કાળા વર્ણના પુગલો છે. (૨) તેનાથી એક ગુણકાળા વર્ણના પુલો અનંતગુણા છે. (૩) તેનાથી સંખ્યાતગુણ કાળા વર્ણના પુદ્ગલો સંખ્યાતગુણા છે. (૪) તેનાથી અસંખ્યાત ગુણકાળા વર્ણના પુદ્ગલો અસંખ્યાતગુણા છે.
કાળાવાર્ણના પુગલો પ્રદેશાપેક્ષયા- (૧) સર્વથી થોડા અનંતગુણકાળા વર્ણના પુગલો છે. (૨) તેનાથી એક ગુણ કાળા વર્ણના પુલો અપ્રદેશની અપેક્ષાએ અનંતગુણા છે. (૩) તેનાથી સંખ્યાતગુણ કાળા વર્ણના પુગલો પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા છે. (૪) તેનાથી અસંખ્યાત ગુણ કાળા વર્ણના પુલો પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે.
કાળા વર્ણના પુદ્ગલ દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ (૧) સર્વથી થોડાદ્રવ્યની અપેક્ષાએ અનંતગુણ કાળા વર્ણના પગલો છે. (૨) તેનાથી તે જ અનંતગુણ કાળા વર્ણના પુગલો પ્રદેશની અપેક્ષાએ અનંતગુણા છે. (૩) તેનાથી એક ગુણ કાળા વર્ણના પુલો દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ અનંતગુણા છે. (૪) તેનાથી સંખ્યાતગુણ કાળા વર્ણના પગલો દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણા છે. (૫) તેનાથી સંખ્યાતગુણ કાળા વર્ણના પુગલો પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા છે. (૬) તેનાથી અસંખ્યાતગુણ કાળા વર્ણના પુલો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત ગુણા છે. (૭) તેનાથી અસંખ્યાતગુણ કાળા વર્ણના પુલો પ્રદેશની