________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અપબહુત્વ]
છે. છ દ્રવ્યોમાં કાલ દ્રવ્ય સર્વથી વધુ હોવાથી આ અપબહુત્વમાં તેની મુખ્યતા છે તેમ સમજવું. ક્ષેત્રની અપેક્ષાએ છ એ દ્રવ્યનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી ઓછા દ્રવ્યો ત્રણલોક સ્પર્શી છે. કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યમાં અચિત્ત મહાસ્કંધ આદિ વિશાળ સ્કંધો તથા જીવાસ્તિકાયમાં મારાંતિક સમુદ્દાત અને કેવળી સમુદ્દાત આદિથી સમવહત જીવો ત્રણલોક સ્પર્શી હોય છે, તે દ્રવ્યો સર્વથી અલ્પ છે. (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોક નામના બંને પ્રતરોમાં અનંતગુણા દ્રવ્યો છે, કારણ કે અનંત પુદ્ગલ દ્રવ્ય તથા અનંત જીવ દ્રવ્ય આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, કારણ કે પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં આવેલી બંને વિજયો આ બંને પ્રતરોને સ્પર્શે છે અને તેમાં કાલ દ્રવ્ય છે. (૪) તેનાથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે પૂર્વાપેક્ષયા તે ક્ષેત્ર અસંખ્યગણું વિશાળ છે. (૫) તેનાથી અધોલોકમાં અનંતગુણા અધિક દ્રવ્યો છે, કારણ કે અધોલૌકિક બે વિજયોમાં અનંત દ્રવ્યો પર કાળ વર્તી રહ્યું છે, તે ઔચારિક કાલદ્રવ્યની અપેક્ષાએ અોલોકમાં અનંતગુણા દ્રવ્યો છે. (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધૌલૌકિક બે વિજયથી તિરછાલોકનું ક્ષેત્ર સંખ્યાતગુણું છે, તેથી તેમાં કાલવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણો દ્રવ્ય થાય છે.
ક્રમ
પ્રમાણ
કારણ
૧
સર્વથી થોડા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અચિત્તમહાકંધ અને મારણાંતિક સમુદ્દાત તથા કેવળી સમુદ્દાતમાં જીવો ત્રણલોક સ્પર્શી હોય છે તેની સંખ્યા અલ્પ છે.
દ્રવ્ય
ત્રણ લોક સ્પર્શી
૨ ઊર્ધ્વલોક-તિરછાલોક ૩ અોલોક તિરછાલોક
|
૪
૫
ઊર્ધ્વલોક
અધૌલોક
નિચ્છોલોક
sou
અનંત પુદ્ગલ અને જીવ દ્રવ્યની સ્પર્શના છે.
અનંતગુણા વિશેષાધિક અોલીકિક બંને વિજયોની અપેક્ષાએ જીવ અને પુદ્ગલ વધુ છે. અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણુ છે.
અનંતગુણા અૌલૌકિક બે વિજયમાં પુદ્ગલો અને જીવો પર કાલવી રહ્યો હોવાથી કાલ દ્રવ્ય અનંત છે.
સંખ્યાતગુણો અધૌલૌકિક બે વિજયોથી સંખ્યાતગુણ અધિક ક્ષેત્ર છે તેથી દ્રવ્યો સંખ્યાતગુણ છે.
દસ દિશાઓની અપેક્ષાએ દ્રવ્યોનું અલ્પબહુત્વ ઃ– (૧) સર્વથી થોડા દ્રવ્ય અધોદિશામાં છે કારણ કે અધોદિશામાં કાલદ્રવ્ય નથી. (૨) તેનાથી ઊર્ધ્વદિશામાં અનંતગુણા દ્રવ્યો છે કારણ કે મેરુ પર્વતના સ્ફટિક કાંડમાં આવેલી ઊર્ધ્વ દિશામાં ચંદ્ર-સૂર્યના પ્રકાશનું સંક્રમણ થાય છે. તેની અપેક્ષાએ ત્યાં કાલદ્રવ્યની ગણના થાય છે. તે ક્ષેત્રમાં રહેલા અનંત પુદ્ગલ દ્રવ્ય પર કાલ દ્રવ્ય વર્તી રહ્યું હોવાથી કાલ દ્રવ્યના અનંત ભેદ થાય છે, તેથી ત્યાં અનંતગુણા દ્રવ્યો થાય છે.
(૩–૪) તેનાથી ઈશાન અને નૈઋત્યકોણમાં અસંખ્યાતગુણા દ્રવ્યો છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે બંને વિદિશાનું ક્ષેત્ર પૂર્વાપેક્ષયા અસંખ્યાતગુણું અને પરસ્પર તુલ્ય છે.
(૫–૬) તેનાથી આગ્નેય અને વાયવ્યકોણમાં વિશેષાધિક દ્રવ્યો છે અને પરસ્પર તુલ્ય છે કારણ કે તે બંને વિદિશામાં સોમનસ અને ગંધમાદન પર્વત પર સાત-સાત ફૂટ છે. ઈશાન અને નૈઋત્યકોણમાં વિદ્યુત્પ્રભ અને ગંધમાદન પર્વત પર નવ-નવ શિખરો છે. આ રીતે અગ્નિ અને વાયવ્યકોણમાં બે-બે ફૂટ ઓછા