________________
| ત્રીજું પદબહુવક્તવ્યતા [અહ૫બહુત્વ
૩૦૩.
કિમ ક્ષેત્ર-પુદ્ગલ પ્રમાણ
કારણ ૧ | ત્રણલોક સ્પર્શી | સર્વથી થોડા |ત્રણલોક સ્પર્શી પુગલની સંખ્યા અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોક| અનંતગુણા અનંતા સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી ધો બે પ્રતરને
સ્પર્શે છે. ૩ અધોલોક-તિરછાલોક | વિશેષાધિક |આ પ્રતરનો કેટલોક ભાગ સમુદ્રમાં હોવાથી તેમાં બાદરનિગોદાદિ
જીવો સંબંધિત કર્મ પુદ્ગલ સ્કંધ વધી જાય છે. તિરછાલક અસંખ્યાતગુણાક્ષેત્ર અસંખ્યાતગુણ વિસ્તૃત છે. ૫ | ઊર્ધ્વલોક અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગુણ વિસ્તૃત છે. | ૬ | અધોલોક | વિશેષાધિક ક્ષેત્ર વિશેષાધિક છે.
| |
દસ દિશાઓની અપેક્ષાએ પુદ્ગલોનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પુગલો ઊર્ધ્વ દિશામાં છે. લોકની મધ્યમાં આઠ રુચક પ્રદેશો છે, તેમાંથી ઉપરના ચાર પ્રદેશમાંથી ચાર પ્રદેશોની પંક્તિ લોકાંત પર્યત જાય છે, તે ઊર્ધ્વ દિશા કહેવાય છે. તે ક્ષેત્ર અલ્પ એટલે વિસ્તારમાં સાત રજુથી ન્યૂન હોવાથી તેમાં સર્વથી ઓછા પુદ્ગલો છે. (૨) તેનાથી અધોદિશામાં વિશેષાધિક છે. આઠ રુચક પ્રદેશોમાંથી નીચેના ચાર રુચક પ્રદેશથી ચાર પ્રદેશોની પંક્તિ નીચે લોકાત્ત સુધી જાય છે, તે અધોદિશા કહેવાય છે. અધોદિશા વિસ્તારમાં સાત રજુથી કિંઈક અધિક હોવાથી ત્યાં પુદ્ગલો વિશેષાધિક છે. (૩–૪) તેનાથી ઈશાનકોણ અને નૈઋત્યકોણ પ્રત્યેકમાં અસંખ્યાતણા યુગલો છે અને તે પરસ્પર તુલ્ય છે. કારણ કે આ બંને વિદિશાઓ પણ એક રુચક પ્રદેશથી નીકળીને મોતીની પંક્તિના આકારે તિરછાલોક, અધોલોક અને ઊર્ધ્વલોકના અંત સુધી ગયેલી છે. ઊર્ધ્વદિશા અધો દિશાથી ઈશાન અને નૈઋત્ય વિદિશાનું ક્ષેત્ર અસંખ્યાતગુણું હોવાથી તેમાં રહેલા પુદ્ગલો પણ અસંખ્યાતગુણા છે. (૫-૬) તેનાથી અગ્નિકોણમાં અને વાયવ્યકોણમાં પ્રત્યેકમાં પુગલો વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. કારણ કે આ બંને વિદિશામાં સોમનસ અને ગંધમાદન પર્વતોમાં સાત-સાત ફૂટ છે. જ્યારે ઈશાન અને નૈઋત્યખુણાના વિધુ—ભ અને ગંધમાદન પર્વત ઉપર નવ-નવ કુટો છે. આ વિદિશામાં બે-બે કૂટ ઓછા હોવાથી ત્યાં ધુમ્મસ, ઝાકળ વગેરે સૂક્ષ્મ સ્નેહકાયિક પુદ્ગલો ઘણા છે, માટે પુગલો વિશેષાધિક છે અને આ બંને ક્ષેત્રમાં પર્વતાદિનું સમાનપણું હોવાથી પરસ્પર તુલ્ય છે. (૭) તેનાથી પૂર્વ દિશામાં અસંખ્યાતગુણા છે, કારણ કે તે ક્ષેત્ર અસંખ્યાતગુણું છે. (૮) તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં બે વિજયોની હજાર યોજનની ઊંડાઈના કારણે
ત્યાં પોલાણમાં ઘણા પુગલો હોય છે. (૯) તેનાથી દક્ષિણદિશામાં વિશેષાધિક છે કારણ કે ત્યાં નરકાવાસ, ભવનો આદિ અધિક છે તેથી ત્યાં પોલાણ વધુ છે તેમાં ઘણા પુદ્ગલો હોય છે. (૧૦) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ઉત્તર દિશામાં સંખ્યાતા કોટાકોટિ યોજન પ્રમાણ લાંબુ-પહોળું માનસ સરોવર છે તેમાં સમુચ્ચય જીવ, અપ્લાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ સાત બોલના જીવોની અધિકતા છે. તે જીવોના તૈજસ-કાશ્મણ શરીરના પુલો અત્યધિક હોય છે.