________________
[ ૩૦૨]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
(૨૬) પુદ્ગલ દ્વાર:१७६ खेत्ताणुवाएणं सव्वत्थोवा पोग्गला तेलोक्के, उड्डलोयतिरियलोए अणंतगुणा, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પુદ્ગલ ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અનંતગુણા છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૪) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતણા છે, (પ) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતણા છે અને (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે. १७७ दिसाणुवाएणं सव्वत्थोवा पोग्गला उड्ढदिसाए, अहोदिसाए विसेसाहिया, उत्तरपुरत्थिमेणं दाहिणपच्चत्थिमेण य दो वि तुल्ला असंखेज्जगुणा, दाहिणपुरत्थिमेण उत्तरपच्चत्थिमेण यदो वितुल्ला विसेसाहिया, पुरत्थिमेणं असंखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । ભાવાર્થ - દિશાઓની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પુલ ઊર્ધ્વ દિશામાં છે, (૨) તેનાથી અધોદિશામાં વિશેષાધિક છે, (૩-૪) તેનાથી ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં અસંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે, (પ-૬) તેનાથી દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમમાં વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે (૭) તેનાથી પૂર્વ દિશામાં અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી પશ્ચિમદિશામાં વિશેષાધિક છે, (૯) તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે અને (૧૦) તેનાથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સત્રોમાં ક્ષેત્રની અપેક્ષાએ છ ક્ષેત્રોમાં અને દિશાઓની અપેક્ષાએ દશ દિશા(ચાર દિશા ચાર વિદિશા અને ઊર્ધ્વ-અધોદિશા)માં પુદ્ગલ દ્રવ્યની ન્યૂનાધિકતા દર્શાવી છે. ક્ષેત્રની અપેક્ષાએ પુગલોનું અલ્પાબહત્વ - (૧) સર્વથી થોડા ત્રણલોકસ્પર્શી પુદ્ગલ દ્રવ્ય છે, કારણ કે ત્રણે લોકને સ્પર્શતા સ્કંધો લોકમાં અલ્પ જ હોય છે. (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોક આ બંને પ્રતિરોને સ્પર્શનારા પુલો અનંતગુણા છે કારણ કે કેટલાય અનંત સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશ સ્કંધો બે પ્રતરોને સ્પર્શનારા હોય છે તેમજ આ બંને પ્રતરો તિરછાલોકની નિકટમાં હોવાથી સૂક્ષ્મ સ્નેહકાય આદિના પુદ્ગલો પણ વધુ હોય છે. (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે કારણ કે તે બંને પ્રતરોમાં અસંખ્ય સમુદ્રો આવેલા છે. તેના જલ અને તેને આશ્રિત રહેલા નિગોદાદિ જીવો સંબંધિત કર્મસ્કંધાદિની અપેક્ષાએ પુગલોનું પ્રમાણ વધી જાય છે. (૪) તેનાથી તિર્યલોકમાં અસંખ્યાત ગુણા છે, તે ક્ષેત્રનો વિસ્તાર અસંખ્યાતગુણો છે. (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે તિર્યલોકથી ઊર્ધ્વલોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણું મોટું છે. (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે, કારણ કે અધોલોકનું ક્ષેત્ર ઊર્ધ્વલોક કરતાં વિશેષાધિક છે.