________________
[ ૩૦૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
જીવો અપર્યાપ્તા હોય શકે છે. લબ્ધિ અપર્યાપ્ત જીવો પણ પોતાના જીવનમાં એકવાર પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે આયુષ્યના બંધક પણ હોય છે અને આયુષ્યના બંધકાલ સિવાયના કાલમાં તે આયુષ્યના અબંધક હોય છે. આ રીતે આયુષ્યકર્મના બંધક જીવોથી અપર્યાપ્ત જીવો વધી જાય છે. અસત્કલ્પનાથી અપર્યાપ્તા જીવો બે(૨) છે. (૩) તેનાથી સજીવો સંખ્યાતણા છે. કારણ કે સુપ્તજીવોમાં લબ્ધિ અપર્યાપ્તા અને લબ્ધિ પર્યાપ્તા(કરણ અપર્યાપ્તા) બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે તેથી અપર્યાપ્તા જીવોથી તે વધી જાય છે. અસત્કલ્પનાથી સુખ જીવો ચાર(૪) છે. (૪) તેનાથી સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલા સમહત જીવો સંખ્યાતગુણા છે. કારણ કે સુપ્ત અને જાગૃત બંને પ્રકારના જીવો મારણાંતિક આદિ સમુઠ્ઠાત કરી શકે છે, તેથી સમવહત જીવો વધી જાય છે. અસત્કલ્પનાથી સમવહત જીવો આઠ(૮) છે. (૫) તેનાથી શાતાદક સંખ્યાતગુણા છે. કારણ કે સમઘાતનો પ્રયોગ અલ્પકાલીન અને ક્ષણિક જ હોય છે જ્યારે શાતા વેદનીયનો ઉદયનિરંતર ઘણા સમય સુધી રહી શકે છે. તેથી શાતાdદક જીવોની સંખ્યા વધી જાય છે. અસત્કલ્પનાથી શાતા વેદક જીવો સોળ(૧) છે. (૬) તેનાથી ઇન્દ્રિયના ઉપયોગવાળા જીવો સંખ્યાતગુણા છે. કારણ કે અશાતા વેદક જીવોમાં પણ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે. આ રીતે તેમાં અશાતાdદક જીવોનો સમાવેશ થવાથી તે સંખ્યાતગુણા થાય છે. અસત્કલ્પનાથી ઇન્દ્રિયના ઉપયોગયુક્ત જીવો બત્રીસ(૩૨) છે. (૭) તેનાથી અનાકારોપયોગયુક્ત જીવો સંખ્યાતગુણા છે. ઇન્દ્રિય ઉપયોગયુક્ત અને નોઇન્દ્રિય ઉપયોગયુક્ત આ બંને પ્રકારના જીવોમાં અનાકારોપયોગ હોય છે, તેથી તે જીવોની સંખ્યા વધી જાય છે. અસત્કલ્પનાથી અનાકારોપયોગી ચોસઠ(૪) છે. (૮) તેનાથી સાકારોપયોગયુક્ત જીવો સંખ્યાતગુણા છે કારણ કે અનાકારોપયોગથી સાકારોપયોગની કાલમર્યાદા અધિક હોય છે, તેથી તે જીવોની સંખ્યા વધુ હોય છે. અસત્કલ્પનાથી સાકારોપયોગયુક્ત જીવો એકસો બાણું(૧૯૨) છે. (૯) તેનાથી નોઈદ્રિયોપયોગયુક્ત જીવો વિશેષાધિક છે કારણ કે કેટલાક અનાકારોપયોગયુક્ત જીવો પણ નોઇન્દ્રિયોપયોગયુક્ત હોય છે, તેથી તે જીવોની સંખ્યા કંઈક અધિક(વિશેષાધિક) થઈ જાય છે. અસત્કલ્પનાથી નોઈદ્રિયોપયોગ યુક્ત જીવો બસો ચોવીસ(૨૪) છે. (૧૦) તેનાથી અશાતાદક જીવો વિશેષાધિક છે. કારણ કે સાકાર કે અનાકારોપયોગી જીવો તથા ઇન્દ્રિય કે નોઇન્દ્રિયના ઉપયોગવાળા જીવોને અશાતા વેદના હોય શકે છે, તેથી તે જીવો વિશેષાધિક છે. અસત્કલ્પનાથી અશાતાદક જીવો બસ્સો ચાલીસ(૨૪૦) છે. (૧૧) તેનાથી અસમવહત(સમઘાતને પ્રાપ્ત નહીં થયેલા) જીવો વિશેષાધિક છે. કારણ કે શાતા-અશાતાવેદક બંને પ્રકારના જીવોમાં અસમવહત જીવો હોય છે, તેથી તે જીવો વિશેષાધિક થાય છે. અસત્કલ્પનાથી અસમવહત જીવો બસો અડતાલીસ(૨૪૮) છે. (૧૨) તેનાથી જાગ્રત જીવો વિશેષાધિક છે. કારણ કે કેટલાક સમુદ્રઘાત સહિતના જીવો પણ જાગૃત હોય છે. તેથી જાગૃત જીવોની સંખ્યા વિશેષાધિક થાય છે. અસત્કલ્પનાથી જાગૃત જીવો બસો બાવન(ઉપર) છે.