________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
૨૯૯ |
(ર) પર્યાપ્તા-અપર્યાપ્તા :- આ બંનેમાં અપર્યાપ્ત જીવો થોડા અને પર્યાપ્ત જીવો સંખ્યાતગુણા છે. (૧) સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય તે જીવોને પર્યાપ્ત અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય તેને અપર્યાપ્ત કહે છે. (૨) તેમજ પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળાને અપર્યાપ્તા કહેવાય છે. આ બંને પરિભાષામાંથી પ્રસ્તુત અલ્પબદુત્વમાં બીજી પરિભાષાને અનુસરતાં પર્યાપ્ત અપર્યાપ્તને ગ્રહણ કર્યા છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત નામ-કર્મના ઉદયવાળા જીવોથી પર્યાપ્ત નામ-કર્મના ઉદયવાળા જીવો સંખ્યાતગુણા છે. (૩) સત-જાગ્રત – પ્રસ્તુત પ્રસંગમાં અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા સર્વ જીવોને સુપ્ત કહ્યા છે, તે ઉપરાંત પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો, જ્યાં સુધી પર્યાપ્ત થયા નથી ત્યાં સુધી તે પણ સુખ કહેવાય છે અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ હોય, તેવા પર્યાપ્ત જીવોને જાગૃત સંજ્ઞા આપી છે. સુપ્ત અને જાગૃત આ બંને પ્રકારના જીવોમાંથી (૧) સુપ્ત જીવો થોડા છે. (૨) તેનાથી જાગૃત જીવો સંખ્યાતગુણા છે કારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવોથી પર્યાપ્તા જીવો સંખ્યાતા ગુણા હોય છે. (૪) સમવહત-અસમવહત – (૧) સર્વથી થોડા સમુદ્યાત સહિતના સમવહત જીવો છે. (૨) તેનાથી સમુદ્યાત રહિતના અસમવહત જીવો સંખ્યાતગુણા છે. સૂક્ષ્મ જીવોનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકાનું હોય છે તે જીવોને ત્રણ સમુઘાત હોય છે. તે જીવોમાં ઘણા જીવોને જીવનકાળ દરમ્યાન એક-બે કે ત્રણ ચાર આવલિકા પ્રમાણ સમય સમુદ્યાત અવસ્થાનો હોય, આ રીતે સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ સમવહત જીવોથી અસમવહત જીવો સંખ્યાતગુણા થાય છે. (૫) શાતા-અશાતાદક :- સર્વથી થોડા શાતાવેદક, અશાતાદક સંખ્યાતગુણા. શાતાવેદનીય કર્મનો ઉદય હોય તે શાતાdદક અને અશાતા વેદનીયનો ઉદય હોય તે અશાતાવેદક છે. સૂક્ષ્મ જીવોમાં શાતાવેદક અલ્પ હોય છે અને અશાતા વેદક વધુ હોય છે. () ઈન્દ્રિય ઉપયુક્ત-નોઇન્દ્રિય ઉપયુક્ત - પાંચ ઇન્દ્રિયના ઉપયોગ સહિત હોય તે જીવોને ઇન્દ્રિય ઉપયુક્ત કહે છે અને ઇન્દ્રિય નિરપેક્ષ કોઈપણ સંજ્ઞા કે મન દ્વારા મનન કરવામાં અથવા આત્મ રમણમાં ઉપયુક્ત હોય તે જીવોને નોઇન્દ્રિય ઉપયુક્ત કહે છે. કેવળજ્ઞાની જીવો પણ નોઈન્દ્રિયોપયુક્ત હોય છે તેમ છતાં અહીં એકેન્દ્રિયની મુખ્યતાએ અલ્પબદ્ભુત્વ છે.
સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય છે. તેઓને મન કે આત્મબોધ હોતો નથી. તેમ છતાં સ્વભાવથી તેમાં (૧) ઇન્દ્રિયોપયુક્ત જીવો અલ્પ છે અને (૨) નોઇન્દ્રિયોપયુક્ત એટલે ઇન્દ્રિય ઉપયોગ રહિત અવસ્થાવાળા જીવો સંખ્યાતગુણા હોય છે. (૭) સાકાર-અનાકારોપયોગયુક્ત – જ્ઞાનોપયોગને સાકારોપયોગ અને દર્શનોપયોગને અનાકારોપયોગ કહે છે. (૧) સર્વથી થોડા અનાકાર-ઉપયોગયુક્ત જીવો છે કારણ કે તેનો કાલ અલ્પ છે. (૨) તેનાથી સાકાર-ઉપયોગયુક્ત જીવો સંખ્યાતગુણા છે કારણ કે તેનો કાલ અનાકારોપયોગથી સંખ્યાતગુણો છે. સાત યુગલના ૧૪ બોલોનું સમ્મિલિત અલ્પબદુત્વ :(૧) સર્વથી થોડાઆયુષ્યકર્મના બંધકજીવો છે. કારણ કે આયુષ્યનો બંધ જીવનમાં એક જ વાર અને અંતર્મુહૂર્ત કાલ પર્યત જ થાય છે. તેવા જીવો લોકમાં સદા અનંત હોય છે, તોપણ આ ચૌદ બોલોમાં પરસ્પરની તરતમતાને સમજવા માટે અસત્કલ્પનાથી આયુષ્ય કર્મનો બંધક જીવ એક(૧) છે, તેમ ધારીએ. (૨) તેનાથી અપર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે કારણ કે આયુષ્ય કર્મના બંધક અને અબંધક બંને પ્રકારના