________________
૨૯૮ |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा जीवा आउयस्स कम्मस्स बंधगा, अपज्जत्तया संखेज्जगुणा, सुत्ता संखेज्जगुणा, समोहया संखेज्जगुणा, सातावेदगा संखेज्जगुणा, इंदिओवउत्ता संखेज्जगुणा, अणागारोवउत्ता संखेज्जगुणा, सागारोवउत्ता संखेज्जगुणा, णोइंदियउवउत्ता विसेसाहिया, असातावेदगा विसेसाहिया, असमोहया विसेसाहिया, जागरा विसेसाहिया, पज्जत्तया विसेसाहिया, आउयस्स कम्मस्स अबंधगा विसेसाहिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આયુષ્યકર્મના બંધકો અને અબંધકો, પર્યાપ્તા અને અપર્યાપ્તા, સુપ્ત અને જાગૃત જીવો, સમુદ્યાત કરનારા અને સમુદ્યાત નહીં કરનારા જીવો, શતાવેદકો અને અશાતાવેદકો (શાતા અને અશાતાનું વેદન કરનારાઓ), ઇન્દ્રિયના ઉપયોગ સહિત અને નોઇન્દ્રિયના ઉપયોગ સહિત, સાકાર ઉપયોગયુક્ત અને અનાકાર ઉપયોગયુક્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા આયુષ્યકર્મના બંધક જીવો છે, (૨) તેનાથી અપર્યાપ્તા સંખ્યાતગુણા છે, (૩) તેનાથી સુખ-સૂતેલા જીવો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી સમુઘાત કરનારા જીવો સંખ્યાતગુણા છે, (૫) તેનાથી શાતા વેદક સંખ્યાતગુણા છે, (૬) તેનાથી ઇન્દ્રિયના ઉપયોગયુક્ત સંખ્યાતગુણા છે, (૭) તેનાથી અનાકાર ઉપયોગયુક્ત સંખ્યાતગુણા, (૮) તેનાથી સાકાર ઉપયોગ યુક્ત સંખ્યાતગુણા છે, (૯) તેનાથી નઇન્દ્રિયના(મનના) ઉપયોગ યુક્ત જીવો વિશેષાધિક છે, (૧૦) તેનાથી અશાતાવેદક વિશેષાધિક છે, (૧૧) તેનાથી સમુઘાત ન કરનારા જીવો વિશેષાધિક છે, (૧૨) તેનાથી જાગૃત જીવો વિશેષાધિક છે (૧૩) તેનાથી પર્યાપ્તા જીવો વિશેષાધિક છે અને (૧૪) તેનાથી આયુષ્ય કર્મના અબંધક જીવો વિશેષાધિક છે.. પચ્ચીસમું દ્વાર સંપૂર્ણ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં (૧) આયુષ્યકર્મના બંધક-અબંધક, (૨) પર્યાપ્તા-અપર્યાપ્તા, (૩) સુખ-જાગૃત, (૪) સમુદ્યાત કરનારા અને સમુદ્યાત ન કરનારા, (૫) શાતાવેદક-અશાતાવેદક, (૬) ઇન્દ્રિયોપયોગયુક્તનોઇન્દ્રિયોપયોગયુક્ત અને (૭) સાકારોપયોગયુક્ત-અનાકારોપયોગયુક્ત; આ સાત યુગલોના અલ્પબદુત્વની વિચારણા સમસ્ત જીવોની અપેક્ષાએ છે. તેથી તેનો મુખ્ય આધાર સૂક્ષ્મ જીવો છે, માટે દરેક બોલની વિચારણા સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ છે. તે સાતે યુગલનું સ્પષ્ટીકરણ અને પૃથક-પૃથક અલ્પબદુત્વ આ પ્રમાણે છે(૧) આયુષ્યકર્મના બધક–અબંધક – સર્વથી થોડા આયુષ્ય કર્મના બંધક જીવો છે. તેનાથી અબંધક જીવો સંખ્યાતગુણા છે. કોઈ પણ જીવ પોતાના જીવનકાલમાં એક જ વાર પરભવનું આયુષ્ય બાંધે છે. પરભવનું આયુષ્ય બાંધતો હોય, તે સમયે તે જીવ આયુષ્યકર્મના બંધક કહેવાય છે અને અન્ય સમયે તે આયુષ્યકર્મનો અબંધક કહેવાય છે.
સુક્ષ્મ નિગોદના જીવોને ર૫૬ આવલિકાનું આયુષ્ય હોય છે. તેમાંથી એક-બે આવલિકા પ્રમાણ સમયમાં તે જીવો પરભવનું આયુષ્ય બાંધે છે ત્યારે તે આયુષ્યકર્મના બંધક હોય છે, આયુષ્યના શેષ સંખ્યાતા આવલિકા પ્રમાણ સમયમાં તે જીવો આયુષ્યના અબંધક હોય છે, તેથી જ આયુષ્ય કર્મના બંધક જીવોથી અબંધક જીવો સંખ્યાતગુણા હોય છે, તે સ્પષ્ટ થઈ જાય છે.