________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબદ્ધુત્વ]
૩ | અધોલોક-તિરાલોક | સંખ્યાતગુણ
૪
ઊર્ધ્વલોક
૫
અોલો ક
તિલોક
ર૧
આ બંને પ્રતરમાં સમુદ્રીય જલ છે, તેમાં જલચર પંચેન્દ્રિય વધુ છે. સંખ્યાતગુણ વૈમાનિકના સ્વસ્થાન છે, ક્ષેત્ર વિસ્તૃત છે.
સંખ્યાતગુણ | નૈરકિ અને ભવનપતિ દેવોના સ્વસ્થાન અને અધોલોકના ૧૦૦ યોજનમાં સમુદ્રીય જલ હોવાથી પંચેન્દ્રિયો વધુ છે.
અસંખ્યાતગુણા
સંમૂર્ચ્છિમ અને ગર્ભજ બંને પ્રકારના નિયંચ પંચેન્દ્રિય, મનુષ્ય, અંતર અને જ્યોતિષી દેવોના સ્વસ્થાન છે.
પર્યાપ્તા-પંચેન્દ્રિય ઃ- (૧) સર્વથી ઘોડા પર્યાપ્તા પંચેન્દ્રિય ઊર્ધ્વલોકમાં છે કારણ કે ત્યાં પ્રાયઃ વૈમાનિક દેવોનો જ નિવાસ છે.
(ર) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકરૂપ બંને પ્રતરોમાં અસંખ્યાતગુણા છે. કારણ કે તિરછાલોકથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકથી નિાલોકમાં ઉત્પન્ન થનારા પંચેન્દ્રિય જીવો મારલાંતિક સમુદ્ધાત સમયે આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. આ બંને પ્રતરોના નિકટવર્તી જ્યોતિષી દેવો તથા વ્યંતરદેવો, તિર્યંચ પંચેન્દ્રિયો, વિદ્યાધરો, ચારણમુનિ વગેરે ગમનાગમન કરતાં પણ આ બંને પ્રતોનો સ્પર્શ કરે છે, તેવા જીવો ઘણા હોય છે, તેથી તે પૂર્વાપેક્ષયા અસંખ્યાતગુણા થાય છે.
(૩) તેનાથી ત્રણલોક સ્પર્શી સંખ્યાતગુણા છે. કારણ કે અધૌલૌકિક ૧૦૦ યોજન સમુદ્રમાંથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતા પંચેન્દ્રિય જીવો મારણાંતિક સમુદ્દાત સમયે ત્રણે ય લોકનો સ્પર્શ કરે છે. તે જ રીતે વૈમાનિક દેવો મારણાંતિક સમુદ્દાત કરીને અધોલોકગત જળચર તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે પંચેન્દ્રિયના પર્યાપ્તા રૂપે ત્રણે લોકનો સ્પર્શ કરે છે તેમજ કેવળી ભગવાન કેવળી સમુદ્દાત સમયે ત્રણે લોકને સ્પર્શે છે. આ સર્વ મળીને ત્રણ લોકને સ્પર્શ કરનારા પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો પૂર્વાપેક્ષયા સંખ્યાતગુણા થાય છે.
(૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે અધોલૌકિક અસંખ્ય સમુદ્રો અને બે વિજયોમાં પંચેન્દ્રિયના સ્વસ્થાન છે, અધોલોકથી તિરછાલોકમાં અને તિરછાલોકથી અધોલોકમાં ઉત્પન્ન થનારા જીવો મારણાંતિક સમુદ્દાત સમયે આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. તે સિવાય કેટલાક ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, અધૌલૌકિક પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં સમવસરણાદિ નિમિત્તે કે ક્રીડા ગમનાગમન કરે ત્યારે આ બંને પ્રતરોને સ્પર્શે છે. આ બે પ્રતરો વ્યંતર દેવોના સ્વસ્થાનથી નિકટ છે તેથી ગમનાગમન કે વૈક્રિય સમુદ્દાત કરતા ઘણા વ્યંતર દેવો આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. આ સર્વ મળીને અધૌલોક તિરછાલોકરૂપ બંને પ્રતરોનો સ્પર્શ કરનારા પર્યાપ્તા પંચેન્દ્રિય જીવો પૂર્વાપાયા સંખ્યાતગુણા થાય છે.
(૫) તેનાથી અોલોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે ત્યાં નૈરયકોનું અને ભવનપતિઓનું તથા અધૌલૌકિક બે વિજયોની અપેક્ષાએ કેટલાક મનુષ્યોનું તથા સમુદ્રોની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિયોનું સ્વસ્થાન છે. (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, જ્યોતિષી દેવો તથા વ્યંતરોનું સ્વસ્થાન છે અને ૯૦૦ યોજન પ્રમાણ અસંખ્ય સમુદ્રોના જલમાં જલચર પંચેન્દ્રિયો
અધિક્તમ હોય છે.