________________
[ ૨૯૦ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
કમ| ક્ષેત્રના જીવો | પ્રમાણ |
કારણ ૪ |અધોલોક-તિરછાલોક |અસંખ્યાતગુણા| આ બે પ્રદેશ પ્રતર ઉપર સમુદ્ર હોવાથી ત્યાં તે જીવોની સંખ્યા
ઘણી છે. અધોલોક | સંખ્યાતગુણા | ક્ષેત્ર ઘણું વિશાળ હોવાથી ઉપપાત, સમુઘાત અને સ્વસ્થાન
ત્રણે પ્રકારના જીવો વધુ છે. ૬ | તિરછોલોક | સંખ્યાતગુણા | સ્વસ્થાન વધુ વિસ્તૃત છે.
પંચેન્દ્રિય જીવો ઃ- પંચેન્દ્રિય જીવોના સ્વસ્થાન ત્રણે લોકમાં છે. અધોલોકમાં નૈરયિક અને ભવનપતિ દેવોના સ્વસ્થાન, તિરછાલોકમાં વ્યતર અને જ્યોતિષી દેવો તથા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયોના સ્વસ્થાન છે. ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવોના સ્વસ્થાન છે. તે ઉપરાંત પંચેન્દ્રિય જીવો મારણાંતિક સમુઘાત સમયે લોકના વિવિધ વિભાગોનો સ્પર્શ કરે છે. તેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોના અલ્પબદુત્વમાં ભિન્નતા છે. સમુચ્ચય પંચેન્દ્રિયનું અલ્પબદુત્વ અપર્યાપ્તાના આધારે જ છે, તેથી તે બંને સમાન છે. અપર્યાપ્તા પંચેન્દ્રિય :- (૧)સર્વથી થોડા પંચેન્દ્રિય(અપર્યાપ્તા) જીવો ત્રણલોક સ્પર્શી છે. ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં અને અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં પંચેન્દ્રિયપણે જન્મ ધારણ કરતા વિગ્રહગતિના જીવો ઉપપાતની અપેક્ષાએ ત્રણે લોકની સ્પર્શના કરે છે. તે જ રીતે પંચેન્દ્રિય(અપર્યાપ્તા) જીવો ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં કે અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં કોઈપણ જાતિમાં ઉત્પન્ન થતાં પૂર્વે મારણાંતિક સમુઘાત કરે ત્યારે તે ત્રણે લોકની સ્પર્શના કરે છે. આ રીતે ઉપપાત અને સમુઘાતની અપેક્ષાએ કેટલાક પંચેન્દ્રિય જીવો ત્રણે લોકની સ્પર્શના કરે છે તેવા જીવો અલ્પસંખ્યક છે. (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે ઉપપાત અને મારણાંતિક સમુદ્યાત દ્વારા ઊર્ધ્વલોક-તિરછાલોકના બંને પ્રતરોને સ્પર્શનારા પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવો અધિક છે. (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવો વિગ્રહગતિ અને મારણાંતિક સમદુઘાત દ્વારા આ બંને પ્રતરોને સ્પર્શે છે, તે ઉપરાંત તે બંને પ્રતરોમાં સમુદ્રી જળની અપેક્ષાએ કેટલાક પંચેન્દ્રિય અપર્યાપ્તાના સ્વસ્થાન પણ છે. (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે ત્યાં વૈમાનિક દેવોના સ્વસ્થાન છે અને ક્ષેત્ર વિસ્તૃત છે. (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતણા છે, કારણ કે અધોલોકને સ્પર્શતા 100 યોજન સમુદ્રી જળમાં પંચેન્દ્રિયો જીવોના સ્વસ્થાન છે. તે ઉપરાંત નૈરયિકોના, ભવનપતિદેવોના અને અધોલૌકિક પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં કેટલાક મનુષ્યો અને તિર્યંચોના પણ સ્વસ્થાન છે. (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. કારણ કે ત્યાં વ્યંતર, જ્યોતિષી દેવો અને મનુષ્યોની બહુલતા છે, તે સિવાય ૯00 યોજના પ્રમાણ અસંખ્ય સમુદ્રોના જળમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવોના સ્વસ્થાન છે, તેથી તે અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સમુચ્ચય પંચેકિય, તેના અપર્યાપ્ત અને ત્રસકાયનું અલ્પબદુત્વઃક્રમ ક્ષેત્રના જીવો | પ્રમાણ
કારણ ૧ | ત્રણલોક સ્પર્શી | સર્વથી થોડા | વિગ્રહગતિ, સમુઘાતમાં સ્પર્શે છે, તે અલ્પસંખ્યક છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોક| સંખ્યાતગુણા | તિરછાલોકમાં પંચેન્દ્રિય જીવો વધુ છે તેથી ઘણા જીવો વિગ્રહગતિ
અને સમુદ્યાતમાં આ બે પ્રતરને સ્પર્શે છે.