________________
૨૮૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા અપર્યાપ્તા પંચેન્દ્રિય ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં સંખ્યાતણા છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતણા છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. १५६ खेत्ताणुवाएणंसव्वत्थोवा पंचिंदिया पज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्ज गुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा । ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પર્યાપ્તા પંચેન્દ્રિય ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં ક્ષેત્રની અપેક્ષાએ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિના જીવોના અલ્પબદુત્વની વિચારણા છે. તેમાં સૂત્રકારે સમુચ્ચય એકેન્દ્રિયાદિ અને ત્યાર પછી તે સર્વના પર્યાપ્તા-અપર્યાપ્તાની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન કર્યું છે. એકેન્દ્રિય જીવો – એકેન્દ્રિય જીવોના સ્વસ્થાન આખા લોકમાં છે, તેમ છતાં લોકના છ એ વિભાગોમાં ક્ષેત્રની ન્યૂનાધિકતાના કારણે તે જીવોમાં ન્યૂનાધિકતા હોય છે.
(૧) સર્વથી થોડા પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે. ઊર્ધ્વલોકથી તિરછાલોકમાં અને તિરછાલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતાં એકેન્દ્રિય જીવો વિગ્રહગતિમાં અને મારણાંતિક સમુદ્યાત સમયે ઊર્ધ્વલોક-તિરછાલોકના બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. તે ઉપરાંત કેટલાક એકેન્દ્રિય જીવોનું તે સ્વસ્થાન પણ છે તેમ છતાં ક્ષેત્રની અલ્પતાના કારણે તે જીવો સર્વથી થોડા છે.
(૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે.તિરછાલોકના અસંખ્ય સમુદ્રો આ બંને પ્રતરને સ્પર્શે છે, તેથી કેટલાક એકેન્દ્રિય જીવોનું તે સ્વસ્થાન છે અને કેટલાક જીવો મારણાંતિક સમુદ્યાત દ્વારા તે ક્ષેત્રનો સ્પર્શ કરે છે. અધોલોકથી તિર્યલોકમાં ઉત્પન્ન થનારા અને અધોલોકમાં રહેનારા એકેન્દ્રિય જીવો અધિક છે. તેથી ઊર્ધ્વલોકતિરછાલોક કરતાં અધોલોકતિરછાલોકમાં એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે.
(૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે ઉપરના બંને ક્ષેત્ર બે પ્રતર રૂપ જ છે તેનાથી તિરછાલોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણું છે, તેથી ત્યાં એકેન્દ્રિય જીવો અસંખ્યાતગુણા છે.
(૪) તેનાથી ત્રણલોકસ્પર્શી જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે ઊર્ધ્વલોકથી અધોલોકમાં અને અધોલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થનારા જીવો મારણાંતિક સમુદ્દઘાતમાં અને વિગ્રહગતિમાં ત્રણેય લોકનો સ્પર્શ કરે છે. ઊર્ધ્વલોક અને અધોલોક તિરછાલોકથી અસંખ્યગુણા મોટા છે તેથી ત્યાં ઉત્પન્ન થનારા અને ત્યાંથી મૃત્યુ પામનારા એકેન્દ્રિય જીવો પણ વધુ છે. તેથી ત્રણલોક સ્પર્શી જીવો અસંખ્યાતગુણા છે.
(૫) તેનાથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે ત્યાં સ્થાનસ્થિત જીવો અને તેનું ઉપપાત ક્ષેત્ર અત્યધિક છે. (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોકના ક્ષેત્ર કરતાં અધોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. આ જ રીતે એકેન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તાનું અલ્પબદુત્વ થાય છે.