________________
[ ૨૮૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
૧ |
ક્ષેત્રની અપેક્ષાએ વ્યતર દેવ-દેવીઓનું અલ્પબદ્ધત્વ:કમી ક્ષેત્રના જીવો | પ્રમાણ
કારણ ઊર્ધ્વલોક સર્વથી થોડા | તીર્થકરોના જન્માદિ સમયે મેરુપર્વત પર ગમન કરે ત્યારે હોય,
તે અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક–તિરછાલોક|અસંખ્યાતગુણા, મેરુપર્વત આદિ પર ગમનાગમનની અપેક્ષાએ તથા સમુદ્યાત
અને વિગ્રહગતિની અપેક્ષાએ વધુ હોય છે. ૩] ત્રણ લોક સ્પર્શી | સંખ્યાતગુણા | મારણાંતિક સમુઘાત અને વિગ્રહગતિની અપેક્ષાએ. ૪]અધોલોક–તિરછાલોકઅસંખ્યાતગુણા સ્વસ્થાન હોવાથી તેમજ મારણાંતિક સમુદ્યાત અનેવિગ્રહગતિની
અપેક્ષાએ. અધોલોક સંખ્યાતગુણા | તેઓના સ્વસ્થાન અધોલોકની સમીપે હોવાથી અને ક્ષેત્ર વિશાળ
હોવાથી. તિરછાલોક | | સંખ્યાતગુણા | સ્વસ્થાન છે.
ક્ષેત્રની અપેક્ષાએ જ્યોતિષ્ક દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃ१३८ खेत्ताणुवाएणं सव्वत्थोवा जोइसिया देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्ज गुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा। ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા જ્યોતિષી દેવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતણા છે, (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાત ગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. १३९ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ जोइसिणीओ देवीओ उड्डलोए, उड्डलोय-तिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए असंखेज्जगुणाओ। ભાવાર્થ – ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી જ્યોતિષી દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણી છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રોમાં જ્યોતિષી દેવ દેવીઓના અલ્પબદુત્વની વિચારણા છે, વ્યંતર અને જ્યોતિષી દેવોનું સ્થાન તિર્યશ્લોક જ છે. તેનાં અલ્પબદુત્વ સંબંધી કારણો વ્યંતર દેવો પ્રમાણે જ જાણવા.