________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૨૮૧ ]
ક્ષેત્રની અપેક્ષાએ વાણવ્યંતર દેવ-દેવીનું અNબહુત્વઃ१३६ खेत्ताणुवाएणं सव्वत्थोवा वाणमंतरा देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्ज गुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા વાણવ્યંતર દેવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. १३७ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ वाणमंतरीओ देवीओ उड्डलोए, उड्डलोय तिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ। ભાવાર્થ – ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી વાણવ્યંતરદેવીઓ ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે. (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, (૬) અને તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતર દેવ-દેવીના પૃથક પૃથક અલ્પબદુત્વની પ્રરૂપણા છે. વાણવ્યંતર દેવદેવીઓનું અલ્પબદુત્વ સમાન છે. (૧) સર્વથી થોડા વાણવ્યંતર દેવો અને દેવીઓ ઊર્ધ્વલોકમાં છે કારણ કે કેટલાક દેવ-દેવીઓ પંડગવનાદિમાં ક્રીડા માટે જાય છે, તેમ જ તીર્થકરોના જન્મ મહોત્સવ આદિ પ્રસંગે મેરુપર્વત પર જાય છે. તે દેવો અલ્પસંખ્યક છે. (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતણા છે. વ્યંતર દેવોના સ્વસ્થાન તિરછાલોકમાં છે તેથી તેઓ ગમનાગમન, વિગ્રહગતિ અને મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ આ બંને પ્રતરોની સ્પર્શના કરે છે. તે દેવોની સંખ્યા પૂર્વાપેક્ષવા અસંખ્યાતગુણી થઈ જાય છે. (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે કેટલાક દેવો વિગ્રહગતિ અને મારણાંતિક સમુદ્યાત કરતાં ત્રણે લોકની સ્પર્શના કરે છે. તે દેવો પૂર્વના બોલથી સંખ્યાતગુણા જ હોય છે. (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે તે બંને પ્રતર વ્યંતર દેવ-દેવીઓના સ્વસ્થાનથી નજીક છે. (પ) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે બે પ્રતરોની અપેક્ષાએ તે ક્ષેત્ર વિશાળ છે અને વ્યંતરોના સ્વસ્થાનથી તે ક્ષેત્ર નિકટવર્તી છે. (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે તે તેનું મુખ્ય અને વિશાળ સ્વસ્થાન જ છે, તેથી ત્યાં સર્વથી અધિક વ્યંતર દેવ-દેવીઓ હોય છે.