________________
| ૨૮૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
તિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૫) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૬) તેનાથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે. વિવેચન -
- પ્રસ્તુત બંને સુત્રોમાં ભવનપતિ દેવ અને દેવીના અલ્પબદુત્વની પ્રરૂપણા છે. ભવનપતિ દેવ તથા દેવીઓનું અલ્પબદુત્વ એક સમાન છે.
(૧) સર્વથી થોડા ભવનપતિ દેવો અને દેવીઓ ઊર્ધ્વલોકમાં છે કારણ કે કોઈ કોઈ ભવનપતિ દેવ કે દેવી પોતાના પૂર્વભવના સાથી દેવની નિશ્રાથી સૌધર્માદિ દેવલોકમાં જાય છે, મેરુપર્વત પર તીર્થકર જન્મ મહોત્સવાદિ નિમિત્તે તથા ઊદ્ગલોકને સ્પર્શતા અંજની પર્વત, દધિમુખાદિ પર્વતો પર અણતિકા મહોત્સવના નિમિત્તે અને ક્રીડાના નિમિત્તે જાય છે, તે દેવો સર્વથી અલ્પ હોય છે. (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે તિરછાલોકગત ભવનપતિદેવ કે દેવી મારણાંતિક સમુઘાત કરીને ઊર્ધ્વલોકમાં બાદર પૃથ્વી, પાણી કે વનસ્પતિકાયિકરૂપે ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિમાં અને ઊર્ધ્વલોકમાં રહેલા દેવ-દેવી તિરછાલોકમાં ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિમાં બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. તે દેવો અને દેવીઓ પૂર્વપેક્ષયા અસંખ્યાતગુણા થાય છે. (૩) તેનાથી ત્રણલોકસ્પર્શી ભવનપતિ દેવો અને દેવીઓ સંખ્યાતગુણા છે, કારણ કે ઊર્ધ્વલોકમાં રહેલા તિર્યંચ-પંચેન્દ્રિય અધોલોકમાં ભવનપતિરૂપે ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિમાં અને અધોલોકમાં રહેલા ભવનપતિદેવો ઊર્ધ્વલોકમાં તિર્યચ-મનુષ્યરૂપે ઉત્પન્ન થતાં પૂર્વે પારણાંતિક સમુઘાત કરે ત્યારે તેઓ ત્રણલોકનો સ્પર્શ કરે છે. તે જીવો સંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં દેવો અને દેવીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે તિરછાલોકથી ભવનપતિમાં ઉત્પન્ન થનારા તિર્યચ-મનુષ્યો અને અધોલોકથી તિરછાલોકમાં મનુષ્ય, તિર્યંચ કે પૃથ્વી આદિ રૂપે ઉત્પન્ન થનારા ભવનપતિ દેવો આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. તે જીવો પૂર્વાપેક્ષયા અસંખ્યગુણા હોય છે.(૫) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે બે પ્રતરોની અપેક્ષાએ તિરછાલોકનું ક્ષેત્ર વિશાળ છે તથા ઘણા ભવનપતિ દેવ-દેવીઓના તિરછાલોકમાં સ્વસ્થાન પણ છે. (૬) તેનાથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે કારણ કે અધોલોકમાં ભવનવાસી દેવ-દેવીઓના ભવનાવાસરૂપ સ્વસ્થાન છે. ક્ષેત્રની અપેક્ષાએ ભવનપતિ દેવ-દેવીઓનું અલ્પબદુત્વઃકમી ક્ષેત્રના જીવો | પ્રમાણ |
કારણ ૧ | ઊર્ધ્વલોક સર્વથી થોડા | તીર્થકરોના જન્મ મહોત્સવાદિ પ્રસંગે મેરુ પર્વત પર ગમનાગમન
કરે તે અલ્પસંખ્યામાં હોય છે. ૨ | ઊર્ધ્વલોક-તિર્યશ્લોક અસંખ્યાતગુણા |ઊર્ધ્વલોકમાં ગમનાગમનની અપેક્ષાએ તથા મારણાંતિક
સમુઘાત અને વિગ્રહગતિની અપેક્ષાએ. ૩| ત્રણ લોક સ્પર્શી | સંખ્યાતગુણા | મારણાંતિક સમુદ્યાત અને વિગ્રહગતિમાં ત્રણે લોકનો સ્પર્શ
કરનારાની સંખ્યા વધારે છે. ૪ |અધોલોક-તિરછાલક અસંખ્યાતગુણા | તિરછાલોકમાં ગમનાગમનની અપેક્ષાએ તથા મારણાંતિક
સમુદ્યાત અને વિગ્રહગતિની અપેક્ષાએ. તિરછાલોક અસંખ્યાતગુણા અસંખ્યદ્વીપ સમુદ્રમાં તેના માલિક દેવોના સ્થાન હોય છે. | ૬ | અધોલોક અસંખ્યાતગુણા | સ્વસ્થાન છે.