________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૨૭૫ ]
ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્ય ગતિનું અલ્પબદુત્વ - १३० खेत्ताणुवाएणं सव्वत्थोवा मणुस्सा तेलोक्के, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोयतिरियलोए संखेज्जगुणा, उड्डलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए સોનગુણા | ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા મનુષ્યો ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી અધોલોકતિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. १३१ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ मणुस्सीओ तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्ज गुणाओ, अहोलोयतिरियलोए संखेज्जगुणाओ, उड्डलोए संखेज्जगुणाओ, अहोलोए संखेज्ज गुणाओ, तिरियलोए संखेज्जगुणाओ। ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી મનુષ્યાણી ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં સંખ્યાતગુણી છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગ્રણી છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણી છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણી છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ક્ષેત્રની અપેક્ષાએ પ્રથમ સમુચ્ચય મનુષ્ય અને ત્યારપછી મનુષ્યાણીના અલ્પબદુત્વની પ્રરૂપણા છે.
મનુષ્યો– અહીં મનુષ્યના કથનમાં સૂત્રકારે કોઈ પણ વેદની વિવક્ષા કરી ન હોવાથી ગર્ભજ અને સંમૂર્છાિમ બંને પ્રકારના મનુષ્યોનો તેમાં સમાવેશ થાય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે અને સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા છે. બંનેમાં સંમૂર્છાિમ મનુષ્યો વધુ હોવાથી પ્રસ્તુત અલ્પબદુત્વ સંમૂર્છાિમ મનુષ્યોની મુખ્યતાએ છે, તેમ સમજવું.
(૧) ત્રણલોકને સ્પર્શનારા મનુષ્યો સર્વથી થોડા છે. ત્રણે લોકનો સ્પર્શ કરનારા સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા છે અને તે સર્વથીઅલ્પ છે. (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે. કારણ કે તે સ્થાનમાં વિદ્યાધર આદિ મનુષ્યો જાય તો તેના અશુચિસ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે, તે જીવો પૂર્વાપેક્ષમા અસંખ્યાતગુણા થાય છે. (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે અધોલૌકિક બે વિજયોમાં મનુષ્યોનું સ્વસ્થાન છે. ત્યાં ગર્ભજ મનુષ્યોની અશુચિમાં સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે, તે ઉપરાંત અધોલૌકિક વિજયોના સંમૂર્છાિમ મનુષ્યો તિરછાલોકમાં ઉત્પન્ન થતાં અને તિરછાલોકના કોઈપણ જીવો અધોલૌકિક વિજયોમાં સંમૂઠ્ઠિમ મનુષ્યો રૂપે ઉત્પન્ન થતાં ઉક્ત બંને પ્રતરોની
સ્પર્શના કરે છે; તેથી અધોલોક-તિરછાલોકમાં સંમૂર્છાિમ મનુષ્યો સંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે ઘણા વિદ્યાધરાદિ મનુષ્યો, જંઘાચારણાદિ લબ્ધિવાન મનુષ્યો, સોમનસાદિ વનમાં ગમનાગમન કરે છે, તેમની અશુચિ સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્યોના ગમનાગમન યોગ્ય ઊદ્ગલોકનું ક્ષેત્ર અધોલોક-તિરછાલોકની બે પ્રતરો કરતાં સંખ્યાતગણું હોવાથી મનુષ્યોની