________________
[ ૨૭૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
સંખ્યા સંખ્યાતગુણી થાય છે. (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે અધોલોકમાં સલિલાવતી અને વપ્રા વિજય, તે મનુષ્યોના સ્વસ્થાન છે. તે ક્ષેત્ર સંખ્યાતગણુ હોવાથી મનુષ્યો સંખ્યાતગુણા છે. (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે તે ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે. તેમાં ગર્ભજ મનુષ્યો અધિક હોવાથી સંમૂર્છાિમ મનુષ્યો પણ અધિક હોય છે.
શાસ્ત્રકારે ગર્ભજ મનુષ્યોના અલ્પબદુત્વનું સ્વતંત્ર કથન કર્યું નથી તોપણ તેને મનુષ્યાણીના અલ્પબદુત્વ પ્રમાણે સમજી શકાય છે. મનુષ્યાણી પણ ગર્ભજ હોય છે. તેથી ગર્ભજ મનુષ્યો અને મનુષ્યાણીનું અલ્પબહુતવ એક સમાન છે. ગર્ભજ મનુષ્યન્મનુષ્યાણીનું અલ્પબદુત્વઃ(૧) સર્વથી થોડાત્રણલોકને સ્પર્શનારા ગર્ભજ મનુષ્યો છે. કેટલાક મનુષ્યો અધોલૌકિક બે વિજયમાંથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થવા માટે મારણાંતિક સમુઘાત કરી પોતાના આત્મપ્રદેશોને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાવે ત્યારે ત્રણે લોકનો સ્પર્શ કરે છે. કેવળી સમુદ્યાત સમયે કેવળી ભગવાન પણ પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને લોકવ્યાપી બનાવે છે. ત્યારે ત્રણ લોકની સ્પર્શના થાય છે.
સંક્ષેપમાં મારણાંતિક અને કેવળી સમઘાતની અપેક્ષાએ મનુષ્યોના આત્મપ્રદેશો ત્રણે લોકનો સ્પર્શ કરે છે. તેવા જીવો સર્વથી અલ્પ છે. (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં મનુષ્યો સંખ્યાતગુણ હોય છે, ઊર્ધ્વલોકમાંથી કોઈપણ જીવો તિરછાલોકમાં ગર્ભજ મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિ સમયે તે આ બંને પ્રતરોને સ્પર્શે છે. તિરછાલોકમાં રહેલા ગર્ભજ મનુષ્યો ઊર્ધ્વલોકમાં દેવાદિ રૂપે ઉત્પન્ન થવાના હોય ત્યારે મારણાંતિક સમુદ્યાત સમયે આત્મપ્રદેશોને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાવે તે સમયે ઊર્ધ્વલોક-તિરછાલોકના બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. તે ઉપરાંત કેટલાક વિદ્યાધરો તિરછાલોકમાંથી મેરુ પર્વતના વનાદિમાં જાય ત્યારે બંને પ્રતરનો સ્પર્શ કરે છે. તે સર્વ મનુષ્યો સંખ્યાતગુણા થાય છે. (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં મનુષ્યો સંખ્યાતગુણા છે. અધોલોકમાંથી જીવો તિરછાલોકમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય, ત્યારે વિગ્રહગતિ સમયે અને તિરછાલોકમાં રહેલા મનુષ્યો અધોલોકમાં ઉત્પન્ન થાય ત્યારે મારણાંતિક સમુદ્યાત સમયે અધોલોક-તિરછાલોકના બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. તે ઉપરાંત અધોલૌકિક બેવિજયોમાં કેટલાક ગર્ભજ મનુષ્યોના સ્વસ્થાન આ બંને પ્રતરોમાં હોય છે, તેથી તે સંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતણા છે, કારણ કે ઘણા વિદ્યાધરો ક્રીડા માટે અને જંઘાચારણ, વિદ્યાચારણ મુનિઓ સાધના માટે સોમનસ વનાદિમાં ગમનાગમન કરે છે. તેથી અધોલોક તિરછાલોકના મનુષ્યોથી ઊધ્વલોકના મનુષ્યો સંખ્યાતગુણા થાય છે. (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલોકમાં સલિલાવતી અને વપ્રાવિજયમાં મનુષ્યોના સ્વસ્થાનો હોવાથી મનુષ્યો સંખ્યાતગુણા થાય છે. (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે અધોલોકમાં તો માત્ર બે જ વિજયો છે, જ્યારે શેષ બધી વિજયો તિરછાલોકમાં છે, તે અને અન્ય મનુષ્યક્ષેત્રો મળીને અધોલોક કરતાં મનુષ્યક્ષેત્ર સંખ્યાતગણું થઈ જાય છે, તેથી તિરછાલોકમાં સર્વથી અધિક મનુષ્યો હોય છે.