________________
૨૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
(૩) તેનાથી ત્રણલોકસ્પર્શી તિર્યંચાણીઓ સંખ્યાતગુણી છે. કારણ કે ભવનપતિ, વાણવ્યંતર, નારકી તથા અન્ય જીવો અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં મેરુ પર્વતની વાવડી આદિમાં તિર્યંચાણીરૂપે ઉત્પન્ન થાય અને ઊર્ધ્વલોકમાંથી વૈમાનિક દેવ વગેરે અધોલૌકિક વિજય કે સમુદ્રી જલમાં તિર્યંચાણી રૂપે ઉત્પન્ન થાય ત્યારે તે વિગ્રહગતિમાં ત્રણેય લોકનો સ્પર્શ કરે છે અને જ્યારે તિર્યંચાણી ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં કે અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં કોઈપણ યોનિમાં ઉત્પન્ન થવા માટે મારણાંતિક સમુદુઘાત કરે ત્યારે તે ત્રણે ય લોકનો સ્પર્શ કરે છે. આ રીતે બંને પ્રકારે ત્રણલોકસ્પર્શી તિર્યંચાણી પૂર્વાપેક્ષયા સંખ્યાતગુણી હોય છે.
(૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણી છે. જ્યારે અધોલોકમાંથી તિરછાલોકમાં કે તિરછાલોકમાંથી અધોલોકમાં તિર્યંચાણીપણે કોઈપણ જીવો ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિમાં આ બંને પ્રતિરોનો સ્પર્શ કરે છે અને તે સમયે તિર્યંચાણીનું આયુષ્ય વેદતા હોવાથી તેને તિર્યંચાણી જ કહેવાય છે તથા અધોલોકમાંથી તિરછાલોકમાં અને તિરછાલોકમાંથી અધોલોકમાં કોઈપણ યોનિમાં ઉત્પન્ન થતાં મૃત્યુ પૂર્વે તિર્યંચાણી મારણાંતિક સમુદઘાત કરે ત્યારે પણ આ બંને પ્રતરોને સ્પર્શ કરે છે તથા અધોલૌકિક સમુદ્રોમાં તથા સલિલાવતી અને વપ્રા વિજયોમાં સ્વસ્થાનની અપેક્ષાએ તિર્યંચાણીઓ આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. આ રીતે ત્રણે પ્રકારે આ બંને પ્રતરોને સ્પર્શ કરનારી તિર્યંચાણીઓ પૂર્વ બોલગત તિર્યંચાણીઓથી સંખ્યાતગુણી થાય છે.
(૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે. અધોલોકમાં 100 યોજન પ્રમાણ ઊંડા સમુદ્ર હોવાથી તિર્યંચાણીનું સ્વસ્થાન છે. તેથી તે પૂર્વાપેક્ષા સંખ્યાતણી થાય છે (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતણી છે કારણ કે સંપૂર્ણ તિરછાલોક તિર્યંચાણીઓ માટે સ્વસ્થાન છે, તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. તેમ છતાં તે અસંખ્યાતગણી નથી, કારણ કે અધોલોકમાં 100 યોજન પ્રમાણ સમુદ્રો, તે તિર્યંચાણીઓનું સ્વસ્થાન છે. તેનાથી તિરછાલોકનું ક્ષેત્ર સંખ્યાતગણું હોવાથી તિર્યંચાણીઓ સંખ્યાતગુણી થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ તિર્યંચાણીનું અલ્પબદુત્વઃકમ ક્ષેત્રના જીવો | પ્રમાણ |
કારણ ૧ | ઊર્ધ્વલોક સર્વથી થોડા | મેરુપર્વત આદિ ઊદ્ગલોકના સ્થાનોમાં તિર્યંચ સ્ત્રીઓ હોય છે,
[તે અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોક | અસંખ્યાતગુણા | ઊર્ધ્વલોકથી તિરછાલોકમાં અને તિરછાલોકથી ઊર્ધ્વલોકમાં
| ઉત્પન્ન થતા જીવો મારણાંતિક સમુઘાતમાં અને વિગ્રહગતિમાં
આ પ્રતિરોનો સ્પર્શ કરે છે, તે વધુ હોય છે. ૩ | ત્રણેલોક સ્પર્શી | સંખ્યાતગુણી | અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં
| તિર્યંચ સ્ત્રી રૂપે ઉત્પન્ન થતા જીવોની અપેક્ષાએ. ૪ | અધોલોક-તિરછાલોક| સંખ્યાતગુણી | અધોલોકથી તિરછાલોકમાં અને તિરછાલોકથી અધોલોકમાં
| તિર્યંચાણી રૂપે ઉત્પન્ન થતા જીવોની અપેક્ષાએ તથા ત્યાં તેના
સ્વસ્થાન પણ છે. અધોલોક | સંખ્યાતગુણી | અધોલૌકિક બે વિજયો અને અસંખ્યાત સમુદ્રોના નીચેના 100
| યોજનમાં તિર્યંચાણીના સ્વસ્થાન છે. ૬ | તિરછાલોક | સંખ્યાતગણી | સ્વસ્થાન છે અને ક્ષેત્ર વિસ્તાર સંખ્યાતગુણો છે.