________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૨૭૩ ]
ક્ષેત્રની અપેક્ષાએ તિર્યંચગતિનું અNબહુત્વ - १२८ खेत्ताणुवाएणं सव्वत्थोवा तिरिक्खजोणिया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। ભાવાર્થ-ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા તિર્યંચો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે, (ર) તેનાથી અધોલોકતિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે. १२९ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ तिरिक्खजोणिणीओ उड्डलोए, उड्डलोय तिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए संखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ। ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી તિર્યંચાણી(તિર્યંચ સ્ત્રી) ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણી છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણી છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં ક્ષેત્ર સંબંધી છ બોલોના આધારે સમુચ્ચયતિર્યંચ અને તિર્યંચાણીના અલ્પબદુત્વની વિચારણા કરવામાં આવી છે. તિર્યંચ – પ્રસ્તુત પ્રસંગમાં તિર્યંચ શબ્દથી સમુચ્ચય તિર્યંચ ગતિના સમસ્ત જીવો સંબંધી અલ્પબદુત્વનું કથન કર્યું છે.તિર્યંચ ગતિમાં સૂક્ષ્મ જીવો લોકવ્યાપી અને સર્વથી અધિક છે. તેથી અહીં તિર્યંચોનું અલ્પબદુત્વ સૂક્ષ્મ જીવોની ન્યૂનાધિકતાના આધારે છે, તેમ સમજવું જોઈએ. તિર્યંચ જીવોનું અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે તેના કારણો સમુચ્ચય જીવના અલ્પબદુત્વના કારણો પ્રમાણે જાણવા. ક્ષેત્રની અપેક્ષાએ તિર્યંચાણીનું અલ્પબદુત્વ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી તિર્યંચાણીઓ ઊલોકમાં છે. [ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવોના વિમાનોની વાવડીમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવો હોતા નથી પરંતુ ઊર્ધ્વલોકને સ્પર્શતા મેરુ પર્વત આદિની વાવડીમાં તિર્યંચ-તિર્યંચાણીઓ હોય છે. તે ક્ષેત્ર અલ્પ હોવાથી તિર્યંચાણીની સંખ્યા અલ્પ હોય છે.
(૨) તેનાથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે. ઊદ્ગલોકના આઠમા સહસાર દેવલોક પર્યંતના દેવો, તેમજ અન્ય કોઈપણ જીવો ઊર્ધ્વલોકમાંથી તિરછાલોકમાં તિર્યંચાણીરૂપે ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહ- ગતિમાં ઊર્ધ્વલોક-તિરછાલોકરૂપ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે.
તે જ રીતે તિરછાલોકમાં રહેલી તિર્યંચાણીઓ ઊદ્ગલોકના કોઈપણ સ્થાનમાં કે આઠ દેવલોક સુધીના દેવોમાં ઉત્પન્ન થાય, ત્યારે અંતિમ અંતર્મુહૂર્તમાં મારણાંતિક સમુઘાત કરી પોતાના આત્મપ્રદેશોને તિરછાલોકથી ઊર્ધ્વલોકમાં પોતાના ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાવે ત્યારે તે ઉક્ત બંને પ્રતરોનો સ્પર્શ કરે છે. વિગ્રહગતિ અને મારણાંતિક સમુઘાત, આ બંને રીતે તિર્યંચાણીઓને ઊર્ધ્વલોક-તિરછાલોકની સ્પર્શના થાય છે અને તે પૂર્વાપેક્ષયા અસંખ્યાતગુણી થાય છે.