________________
[ ૨૭૨ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
વિવેચન -
નરયિકોનું સ્વસ્થાન અધોલોકમાં સાત નરકમૃથ્વીમાં જ છે, પરંતુ ઉત્પન્ન થવાની અપેક્ષાએ તેમજ સમુદ્યાતની અપેક્ષાએ નૈરયિકો ત્રણ લોકની કે અધોલોક-તિરછાલોકની સ્પર્શના કરે છે.
(૧) સર્વથી થોડા નૈરયિકો ત્રણ લોકમાં છે. જ્યારે ઊર્ધ્વલોકમાં આવેલા મેરુપર્વતના શિખર પરની વાવડીમાં અને અંજનપર્વત કે દધિમુખ પર્વતાદિની વાવડીમાં રહેલા મસ્યાદિ જલચર જીવો નરકમાં ઉત્પન્ન થાય તથા નરકમાં રહેલા નૈરયિકો ઊર્ધ્વલોકની તે વાવડીઓમાં ઉત્પન્ન થાય ત્યારે તેના આત્મપ્રદેશો મારણાંતિક સમુદ્યાત સમયે અને વિગ્રહગતિમાં ત્રણે લોકને સ્પર્શે છે. આ બંને અપેક્ષાએ ત્રણ લોકને સ્પર્શનારા નૈરયિકો સર્વથી થોડા છે. મેરુ, દધિમુખ,
મેરુ, દધિમુખાદિ અંજનાદિ પર્વતના શિખરો
*પર્વત શિખરો લો ઈ -તિર્યંચ પંચેન્દ્રિય
તિયયપત્રિયપણે ઉત્પત્તિ } વાવડી
2 વાવડી
AT:
T
4 મારણાંતિક
સમુદ્દઘાત
-મારણાંતિક સમુદ્યાત
જ 38 !
> નરકભૂમિ
+ નારદીપ ઉત્પત્તિ લો ત્રણે લોકને સ્પર્શતા તિર્યંચ પંચેન્દ્રિય
* નરકભૂમિ
—નારકી જીવ ત્રણે લોકને સ્પર્શતા નારકી જીવ
(૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા નારકી છે કારણ કે અસંખ્યાત દ્વીપ-સમુદ્રોમાં રહેનારા ઘણા તિર્યંચ પંચેન્દ્રિયો જ્યારે નરકોમાં ઉત્પન્ન થાય છે, ત્યારે આ બે પ્રતરોનો સ્પર્શ કરે છે. (૩) તેનાથી અધોલોકમાં અસંખ્યાતગુણા નારકી છે કારણ કે તે નારકી જીવોનું સ્વસ્થાન છે. નારકી જીવોનું સ્વસ્થાન કેવળ અધોલોક જ હોવાથી તેમાં ક્ષેત્રાપેક્ષમા આ ત્રણ બોલ જ લાભે છે, શેષ ત્રણ બોલ– (૧) ઊર્ધ્વલોક (૨) તિરછાલોક (૩) ઊર્ધ્વલોક-તિરછાલોકમાં નારકી જીવો પ્રાપ્ત થતા નથી. ક્ષેત્રની અપેક્ષાએ નૈરયિકોનું અલ્પબદુત્વઃકમ ક્ષેત્રના જીવો | સંખ્યા
કારણ ૧ | ત્રણેલોક સ્પર્શી | સર્વથી થોડા | મેરુ પર્વત આદિ ઊર્ધ્વલોકગત તિર્યંચ પંચેન્દ્રિયો નરકમાં ઉત્પન્ન
થાય અથવા નારકી જીવો ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતાંસમુઘાત કરે
ત્યારે તે જીવો ત્રણ લોકનો સ્પર્શ કરે છે; તે જીવો અલ્પ છે. અધોલોક- | અસંખ્યાતગુણા | અસંખ્ય દ્વીપ-સમુદ્રોના તિર્યંચ પંચેન્દ્રિય જીવો નરકમાં ઉત્પન્ન તિરછાલોક
થતાં જીવોની અપેક્ષાએ. અધોલોક | અસંખ્યાતગુણા | સ્વસ્થાન છે.
૨ |