________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
કરીને રહે છે. તે જીવોની ગણના આ ઊર્ધ્વલોક-તિરછાલોક’ના બોલમાં થાય છે. તેવા જીવો લોકમાં સર્વથી થોડા છે. (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં જીવો વિશેષાધિક છે. અધોલોકથી તિરછાલોકમાં અને તિરછાલોકથી અધોલોકમાં ઉત્પન્ન થતા જીવો વિગ્રહગતિમાં કે મારણાંતિક સમુદ્દાતના સમયે આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે અને કેટલાક જીવો આ બે પ્રતરોનો આશ્રય કરીને રહે છે. તે જીવોની ગણના આ અધોલોક-તિરછાલોકના બોલમાં થાય છે. તેવા જીવો ‘ઊર્ધ્વલોક-તિરછાલોક' કરતાં વિશેષાધિક હોય છે.
(૩) તેનાથી તિરછાલોકમાં જીવો અસંખ્યાતગુણા છે કારણ કે ઉપરોક્ત બંને ક્ષેત્રો કરતાં તિરછાલોકનો વિસ્તાર અસંખ્યાતગુણો છે. (૪) તેનાથી ત્રણે ય લોકનો સ્પર્શ કરનારા જીવો અસંખ્યાતગુણા છે કારણ કે અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં ઉત્પન્ન થનારા જીવો વિગ્રહગતિમાં કે મારણાંતિક સમુદ્દાતના સમયે ત્રણે ય લોકનો સ્પર્શ કરે છે. તે જીવો પૂર્વના ત્રણ બોલોના જીવોથી અસંખ્યાતગુણા વધુ હોય છે. કારણ કે તે બોલોથી ક્ષેત્ર પણ અસંખ્યાતગણુ છે.
(૫) તેનાથી ઊર્ધ્વલોકમાં જીવો અસંખ્યાતગુણા છે કારણ કે પૂર્વના બોલોથી આ ક્ષેત્ર અસંખ્યાતગણુ છે. (૬) તેનાથી અધોલોકમાં જીવો વિશેષાધિક છે કારણ કે ઊર્ધ્વલોક કરતા અધોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. આ અલ્પબહુત્વમાં કયાંય પણ અનંતગુણાનું કથન નથી તેનું કારણ એ છે કે પહેલા જ બોલમાં અનંત જીવોનો સમાવેશ છે, ત્યાર પછીના બોલોમાં ક્ષેત્રાપેક્ષયાવૃદ્ધિ થતાં વધુમાં વધુ અસંખ્યાતગુણા જીવો જ
થાય છે.
ક્ષેત્રની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અને તિર્યંચ જીવોનું અલ્પબહુત્વ –
ક્રમ ક્ષેત્રના જીવો
કારણ
સંખ્યા ૧ |ઊર્ધ્વલોક-તિરછાલોક સર્વથી થોડા
બંને પ્રતરને સ્પર્શતા કે ત્યાં રહેલા જીવોનું જ ગ્રહણ થાય છે, તે જીવોની સંખ્યા અલ્પ છે.
૨ |અધોલોક-તિરછાલોક વિશેષાધિક
૩
૪
તિરછાલોક
ત્રણે લોક સ્પર્શી
૨૭૧
ઊર્ધ્વલોક
અધોલોક
અધોલોક અને તિર્યઞ્લોકમાં પરસ્પર ઉત્પન્ન થતાં જીવો વિશેષાધિક છે.
અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું છે.
અસંખ્યાતગુણા ઊર્ધ્વલોકથી અધોલોકમાં અને અધોલોકથી ઊર્ધ્વલોકમાં મારણાંતિક સમાત કરીને ઉત્પન્ન થનારા જીવો અસંખ્યાતગુણા છે.
અસંખ્યાતગુણા ક્ષેત્ર અતિ વિશાળ છે.
વિશેષાધિક
૫
ç
ક્ષેત્રની અપેક્ષાએ નૈરયિકોનું અલ્પબહુત્વ :
| १२७ खेत्ताणुवाएणं सव्वत्थोवा णेरइया तेलोक्के, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा ।
ઊર્ધ્વલોકથી અધોલોકનું ક્ષેત્ર કંઈક અધિક છે.
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા નૈરયિક જીવો ત્રણ લોકમાં છે, (૨) તેનાથી અધોલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણા છે અને (૩) તેનાથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે.