________________
૨૬૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા અચરમ જીવો છે, (૨) તેનાથી ચરમ જીવો અનંતગુણા છે. તે બાવીસમું દ્વાર સંપૂર્ણ | વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચરમ-અચરમની અપેક્ષાએ જીવના અલ્પબદુત્વની પ્રરૂપણા કરી છે. ચરમ - ચરમ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) ચરમ સ્થિતિ અર્થાત્ મોક્ષપ્રાપ્તિની યોગ્યતાવાળા ભવી જીવો. (૨) તે જ ભવે મોક્ષ જનારા- ચરમ શરીરી. (૩) તે ગતિ આદિમાંથી નીકળી પુનઃ તે ગતિમાં જન્મ ધારણ ન કરનારા- ગતિ ચરમ છે.
પ્રસ્તુત અલ્પબદુત્વમાં આ ત્રણેથી કંઈક વિલક્ષણ અર્થ સ્વીકાર્યો છે. તેમાં (૧) પોતાની અવસ્થાનો ક્યારેય અંત ન કરનારા અભવી અને સિદ્ધોને અચરમરૂપે સ્વીકાર્યા છે અને (૨) પોતાની અવસ્થાનો અંત કરી જે સિદ્ધ થવાની યોગ્યતા ધરાવે છે, તે બધા ભવી જીવોને ચરમરૂપે સ્વીકાર્યા છે. અલ્પાબહત્વ -ચરમ અને અચરમ બંને પ્રકારના જીવો અનંત છે. તેમ છતાં તે બંનેના અનંતમાં તરતમતા હોવાથી અલ્પબદુત્વ થાય છે. (૧) સર્વથી થોડા અચરમ છે કારણ કે અભવ્ય અને સિદ્ધ જીવો અચરમ છે. તે બંને મળીને પણ ચરમથી અલ્પ થાય છે. (૨) તેનાથી ચરમ અનંતગુણા છે કારણ કે અહીં ભવી જીવોને ચરમ રૂપે સ્વીકાર્યા છે. તે જીવો અચરમથી અનંતગુણા થાય છે. ચરમ-અચરમ જીવોનું અલ્પબદુત્વક્રમ| જીવ | પ્રમાણ
કારણ અચરમ | સર્વથી થોડા | અભવી જીવો અને સિદ્ધ જીવો અચરમ છે. તે બંને મળીને પણ ભવી જીવોથી
| થોડા છે. | ૨ | ચરમ | અનંતગુણા | ભવી એકેન્દ્રિય જીવોનો સમાવેશ થાય છે, તેથી તે અનંતગુણા છે. (ર૩) જીવ(સર્વ દ્રવ્ય-પર્યાય) દ્વાર:१२५ एएसिणं भंते ! जीवाणं, पोग्गलाणं, अद्धासमयाणं, सव्वदव्वाणं, सव्वपएसाणं, सव्वपज्जवाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा, पोग्गला अणंतगुणा, अद्धासमया अणंतगुणा, सव्वदव्वा विसेसाहिया, सव्वपएसा अणंतगुणा, सव्वपज्जवा अणंतगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો, પુગલ, અદ્ધા સમય, સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ અને સર્વપર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા જીવો છે, (૨) તેનાથી પુદગલો અનંતગુણા, (૩) તેનાથી અદ્ધા સમય અનંતગુણા, (૪) તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, (૫) તેનાથી સર્વ પ્રદેશો અનંતગુણા (૬) તેનાથી સર્વ પર્યાયો અનંતગુણી છે.. ત્રેવીસમું દ્વાર સંપૂર્ણ વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં જીવ પુદ્ગલ, કાળ, સર્વદ્રવ્ય, સર્વપ્રદેશ અને સર્વ પર્યાયના અલ્પબદુત્વની પ્રરૂપણા છે.