________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અપબહુત્વ]
(૧) સર્વથી થોડા જીવો છે. જોકે જીવો અનંતાનંત છે, તેમ છતાં પુદ્ગલાદિની અપેક્ષાએ તેની સંખ્યા અલ્પ છે. (૨) તેનાથી પુદ્ગલ અનંતગુણા છે. કારણ કે દરેક જીવના આત્મપ્રદેશો પર અનંત- અનંત કર્મ પુદ્ગલો લાગેલા છે. તે સિવાય પણ ઘણી ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાઓ પૌદ્ગલિક છે. આ રીતે પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા થાય છે. (૩) તેનાથી અહ્વાસમય અનંતગુણા છે. કારણ કે જીવ અને પુદ્ગલ પર કાલ દ્રવ્ય વર્તી રહ્યું છે. પ્રત્યેક પર્યાય પર વર્તનાર કાલ દ્રવ્ય ઉપચારથી સ્વતંત્ર દ્રવ્ય છે, તેથી કાલદ્રવ્ય પુદ્ગલાસ્તિકાયથી અનંતગુણ થાય છે. (૪) તેનાથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે. કારણ કે જીવ, પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોથી અદ્ઘાસમયને અનંતગુણો કહ્યો છે અને સર્વ જીવ-અજીવ દ્રવ્યોને અદ્ધાસમયમાં ઉમેરતાં તે વિશેષાધિક જ થાય છે. (૫) તેનાથી સર્વપ્રદેશો અનંતગુણા છે. કારણ કે આકાશના પ્રદેશો અનંતાનંત છે તે કાલદ્રવ્યથી વધી જાય છે. (૬) તેનાથી સર્વ પર્યાયો અનંતગુણી છે, કારણ કે સર્વ દ્રવ્યોની અનંત-અનંત પર્યાયો હોય છે. સર્વ દ્રવ્ય પર્યાય દ્વારનું અલ્પબહુત્વઃ–
ક્રમ
ભેદ
જીવવ્ય
પુદ્ગલ દ્રવ્ય
અહ્વા સમય
સર્વ દ્રવ્યો
સર્વ પ્રદેશો
સર્વ પર્યાયો
૧
૨
૩
૪
૫
પ્રમાણ
કારણ
સર્વથી થોડા અન્ય દ્રવ્યોથી જીવોની સંખ્યા અલ્પ છે. અનંતગુણા | પ્રત્યેક જીવને અનંત કર્મ પુદ્ગલો હોય છે.
અનંતગુણા
સમસ્ત જીવ અને પુદ્ગલો પર વર્તી રહ્યો છે.
વિશેષાધિક
તેમાં કાલ દ્રવ્ય સિવાયના સર્વ દ્રવ્યોની ગણના થાય છે. આકાશદ્રવ્યના પ્રદેશો અનંત છે.
અનંતગુણા અનંતગુણા | સર્વ દ્રવ્યની અનંતાનંત પર્યાયો છે.
૨૯
(૨૪) ક્ષેત્ર દ્વાર :
१२६ खेत्ताणुवाएणं सव्वत्थोवा जीवा उड्डलोय तिरियलोए, अहोलोय तिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા (સમુચ્ચય) જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે, (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક જીવો છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણ લોકમાં(ત્રણેય લોકને સ્પર્શ કરનારા) જીવો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં જીવો અસંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અધોલોકમાં જીવો અસંખ્યાતગુણા જીવો છે. II ચોવીસમું દ્વાર સંપૂર્ણ
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છ ક્ષેત્રની અપેક્ષાએ જીવોના અલ્પબહુત્વનું કથન છે. તે છ ક્ષેત્રો આ પ્રમાણે છે— (૧) ઊર્ધ્વલોક, (૨) તિરછાલોક, (૩) અધોલોક, (૪) ઊર્ધ્વલોક-તિરછાલોક, (૫) અધોલોક-તિરછાલોક અને (૬) ત્રણ લોક.