________________
૨૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય છે. કારણ કે તે બંને એક-એક દ્રવ્યરૂપ છે. તેનાથી તેના પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૩) દ્રવ્યની અપેક્ષાએ આકાશાસ્તિકાય દ્રવ્ય સર્વથી અલ્પ છે કારણ કે તે પણ એક દ્રવ્ય છે. તેનાથી તેના પ્રદેશો અનંતગુણા છે કારણ કે તે લોક-અલોક વ્યાપી છે. તેમાં લોકાકાશના અસંખ્યાત પ્રદેશો અને અલોકાકાશના અનંતાઅંનત પ્રદેશો છે. (૪) દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય દ્રવ્ય અલ્પ છે અને પ્રદેશોની અપેક્ષાએ તેના પ્રદેશો અસંખ્યાતગુણા છે કારણ કે દરેક જીવ દ્રવ્યના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશો જ છે. તેથી અનંત જીવ દ્રવ્યોથી પણ તેના પ્રદેશો અસંખ્યાતગુણા જ થાય છે. (૫) દ્રવ્યની અપેક્ષાએ પગલાસ્તિકાય દ્રવ્ય અલ્પ છે અને તેનાથી તેના પ્રદેશો અસંખ્યાતગુણા છે. પરમાણુ, દ્ધિપ્રદેશી આદિ
અંધારૂપે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનંતાનંત છે અને તે સ્કંધ જેટલા પ્રદેશી હોય તે તેટલા તેના પ્રદેશો થાય છે તોપણ તે પ્રદેશો અનંતાનંત પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાતણા જ થાય છે. અનંતણા થતાં નથી કારણ કે લોકમાં સ્કંધો થોડા છે અને પરમાણુ અધિક છે. તેથી પ્રદેશોની અપેક્ષાએ પગલાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતગુણા જ થાય છે.
કાલ દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશ રૂપ ભેદ સંભવિત નથી. તેને ઉપચારથી અનંત અપ્રદેશી દ્રવ્યરૂપે જ સ્વીકારવામાં આવ્યું છે. તેથી અહીં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન છે પરંતુ કાલ દ્રવ્યમાં સ્વતંત્ર રીતે દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ અલ્પબદુત્વનો મૂળપાઠમાં નિષેધ કર્યો છે. ક્રમ અસ્તિકાય | પ્રમાણ
કારણ ૧,૨ ધમ.અધમસ્તિકાય
દ્રવ્યાર્થથી સર્વથી અલ્પ | એક દ્રવ્ય રૂપ છે. પ્રદેશાર્થથી |અસંખ્યાતગુણા | પ્રત્યેક દ્રવ્યના પ્રદેશો લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. આકાશાસ્તિકાય દ્રવ્યાર્થથી સર્વથી અલ્પ | એક દ્રવ્યરૂપ છે. પ્રદેશાર્થથી અનંતગુણા | અલોકાકાશના પ્રદેશો અનંત છે. જીવારિકાય દ્રવ્યાર્થથી | સર્વથી થોડા | અનંતજીવો અનંત દ્રવ્યરૂપ છે.
પ્રદેશાર્થથી | અસંખ્યાતગુણા | પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થથી સર્વથી થોડા | પ્રદેશો કરતાં દ્રવ્યોની સંખ્યા અલ્પ હોય છે. પ્રદેશાર્થથી અસંખ્યાતગુણા પુગલાસ્તિકાય દ્રવ્યમાં અનંતપ્રદેશી સ્કંધ ઓછા છે, તેનાથી
પરમાણુ અનંતગુણા, પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર દ્રવ્ય છે, તેનાથી અસંખ્યપ્રદેશ સ્કંધ અસંખ્યાતગુણા છે તેથી તેના પ્રદેશો
અસંખ્યાતગુણા થાય છે. * કાળ દ્રવ્ય અપ્રદેશી દ્રવ્ય છે. તેના દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ એવા બે ભેદ થતાં નથી, તેથી અહીં તેના અલ્પબદુત્વનો મૂલપાઠમાં જ નિષેધ છે.
૫ |