________________
| ૨૬૪ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
१२३ एएसि णं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय आगासत्थिकाय-जीवत्थिकायपोग्गलत्थिकाय-अद्धासमयाणं दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए य एएणं तिण्णि वि तुल्ला दव्वट्ठयाए सव्वत्थोवा, धम्मत्थिकाए अधम्मत्थिकाए य एए णं दोण्णि वि तुल्ला पएसट्ठयाए असंखेज्जगुणा, जीवत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे, से चेव पएसट्ठयाए असंखेज्जगुणे, पोग्गलत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे, से चेव पएसट्ठयाए असंखेज्जगुणे, अद्धासमए दव्वट्ठ अपएसट्टयाए अणंतगुणे, आगासत्थिकाए पएसट्ठयाए अणंतगुणे । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય પુદગલાસ્તિકાય અને અદ્ધા-સમય (કાળ), આ સર્વ દ્રવ્યોમાં દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧,૨,૩) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેય (દ્રવ્યો) પરસ્પર તુલ્ય છે અને દ્રવ્યની અપેક્ષાએ સર્વથી અલ્પ(એક-એક દ્રવ્યરૂ૫) છે. (૪-૫) તેનાથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્યો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતણા છે અને તેના પ્રદેશો પરસ્પર તુલ્ય છે. (૬) તેનાથી જીવાસ્તિકાય, દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે, (૭) તેનાથી તેના જ પ્રદેશો અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી પુલાસ્તિકાય, દ્રવ્યની અપેક્ષાએ અનંતગુણા છે, (૯) તેનાથી તેના પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૧૦) તેનાથી અદ્ધાસમય, દ્રવ્યાર્થ અને અપ્રદેશાર્થની અપેક્ષાએ અનંતગુણા છે. (૧૧) અને તેનાથી પણ આકાશાસ્તિકાય, પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે. એકવીસમું તાર સંપૂર્ણ . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પદ્રવ્યોમાં– (૧) દ્રવ્યની અપેક્ષાએ (૨) પ્રદેશોની અપેક્ષાએ, (૩) પોત-પોતાના દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ અને (૪) પદ્રવ્યના દ્રવ્ય-પ્રદેશોની સમ્મિલિત અપેક્ષાએ; આ ચાર પ્રકારે અલ્પબદુત્વની વિચારણા છે. દ્રવ્યની અપેક્ષાએષદ્રવ્યોનું અલ્પબદુત્વઃ- (૧,૨,૩) ધર્માસ્તિકાય આદિ ત્રણેય દ્રવ્યો એક-એક દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે અને પરસ્પર તુલ્ય છે. (૪) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંતગુણા છે, કારણ કે જીવો અનંત છે. તે પ્રત્યેક જીવ સ્વતંત્ર જીવ દ્રવ્ય રૂપ હોવાથી તે અનંતગુણા થાય છે. (૫) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનંતગુણા છે, કારણ કે પરમાણુ, દ્ધિપ્રદેશીસ્કંધ આદિ અનંતપ્રદેશી કંધો વગેરે સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય છે. તેથી જીવ કરતાં પુદ્ગલ દ્રવ્ય અનંત ગુણા છે. (૬) તેનાથી અદ્ધાસમય(કાળ) દ્રવ્યરૂપે અનંતણો છે. કારણ કે જીવ અને અજીવ દ્રવ્યની નૈકાલિક અનંત-અનંત પર્યાયો પર કાલદ્રવ્ય વર્તી રહ્યું છે, તેથી ઉપચારથી તેને અનંત દ્રવ્યરૂપે સ્વીકારવામાં આવે છે. માટે તે જીવ અને પુદ્ગલ દ્રવ્યોથી તેમજ તે બંનેના પ્રદેશોથી પણ અનંતગુણ થાય છે.