________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય દ્રવ્ય એક દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે. (૨) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
૨૩
| ११८ यस्स णं भंते ! अधम्मत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा एगे अधम्मत्थिकाए दव्वट्टयाए, से चेव पएसट्टयाए असंखेज्जगुणे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અધર્માસ્તિકાય દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) દ્રવ્યની અપેક્ષાએ અધર્માસ્તિકાય દ્રવ્ય એક દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે અને (૨) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
| ११९ एयस्स णं भंते ! आगासत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा एगे आगासत्थिकाए दव्वट्टयाए, से चेव पएसट्टयाए अनंतगुणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આકાશાસ્તિકાય દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) દ્રવ્યની અપેક્ષાએ આકાશાસ્તિકાય દ્રવ્ય એક દ્રવ્યરૂપ હોવાથી સર્વથી થોડા છે અને (૨) તેનાથી પ્રદેશોની અપેક્ષાએ આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતગુણા છે. | १२० एयस्स णं भंते ! जीवत्थिकायस्स दव्वटु-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवत्थिकाए दव्वट्टयाए, सेव पएसट्रुयाए असंखेज्जगुणे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવાસ્તિકાય દ્રવ્યમાં દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) દ્રવ્યની અપેક્ષાએ અનંત જીવાસ્તિકાય દ્રવ્ય સર્વથી થોડા છે અને (૨) પ્રદેશોની અપેક્ષાએ જીવાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
| १२१ एयस्स णं भंते ! पोग्गलत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पोग्गलत्थिकाए दव्वट्टयाए, से चेव पसट्टयाए असंखेज्जगुणे ।
ભાવાર્થ:
:- પ્રશ્ન- હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં, દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! (૧) દ્રવ્યની અપેક્ષાએ અનંત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય સર્વથી થોડા છે, (૨) તેનાથી પ્રદેશાર્થથી પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતગુણા છે.
| १२२ अद्धासमए ण पुच्छिज्जइ पएसाभावा ।
ભાવાર્થ :- કાળ(અદ્યાસમય)ના સંબંધમાં પ્રશ્ન કરવો નહિ. કારણ કે તેમાં પ્રદેશોનો અભાવ છે (કાળ અપ્રદેશી છે).