________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૨૧]
જીવોનો સમાવેશ થાય છે અને એકેન્દ્રિયો સિદ્ધોથી અનંતગુણા હોય છે. સંશ-અસલી જીવોનું અલ્પબદ્ભુત્વઃકિમ જીવ | પ્રમાણ
કારણ ૧ | સંજ્ઞી
સર્વથી થોડા|નારક, દેવ, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજતિર્યંચ સંજ્ઞી હોય છે, તેની સંખ્યા
અલ્પ છે. ૨ | નોસંજ્ઞી-નોઅસશી| અનંતગુણા |સિદ્ધ ભગવાન અનંત છે. ૩ | અસંશી | અનંતગુણા |વનસ્પતિકાયના જીવો સિદ્ધોથી અનંતગુણા છે. (૨૦) ભવસિદ્ધિક દ્વાર - ११४ एएसि णं भंते ! जीवाणं भवसिद्धियाणं, अभवसिद्धियाणं, णोभवसिद्धियणोअभवसिद्धियाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा अभवसिद्धिया, णोभवसिद्धियणोअभवसिद्धिया अणंतगुणा, भवसिद्धिया अणंतगुणा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા અભવસિદ્ધિક, (૨) તેનાથી નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક અનંતગુણા અને (૩) તેનાથી ભવસિદ્ધિક જીવો અનંતગુણા છે. વીસમું તાર સંપૂર્ણ . વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભવસિદ્ધિક આદિ ત્રણ બોલ દ્વારા જીવોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે.
મોક્ષમાં જવાની યોગ્યતાવાળા જીવોને ભવસિદ્ધિક–ભવી કહે છે. મોક્ષ ગમનને અયોગ્ય જીવોને અભવસિદ્ધિક –અભવી કહે છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધ જીવોને નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક કહે છે. (૧) સર્વથી થોડા અભવસિદ્ધિક છે કારણ કે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં અનંતના આઠ પ્રકાર કહ્યા છે, તેમાં અભવી જીવો ચોથા અનંત પ્રમાણ છે. (૨) તેનાથી નોભવી-નોઅભવી(સિદ્ધો) અનંતગુણા છે. કારણ કે સિદ્ધ જીવો આઠમા અનંત પ્રમાણ છે. (૩) તેનાથી ભવી જીવો અનંતગુણા છે તે પણ આઠમા અનંત પ્રમાણ છે. પરંતુ આઠમો અનંત અત્યધિક વિશાળ અને અસીમ છે. અનંતના આઠ પ્રકારને સમજવા માટે જુઓ અનુયોગદ્વાર સૂત્ર પૃષ્ટ ૪૯૬ થી ૪૯૮. ભવી-અભવી જીવોનું અલ્પબદુત્વઃકમ| જીવ | પ્રમાણ
કારણ ૧ | અભવી સર્વથી થોડા|ચોથા અનંત પ્રમાણ છે. ૨ | નોભવી-નોઅભવીઅનંતગુણા |સિદ્ધ જીવો આઠમા અનંત પ્રમાણ છે. ૩ | ભવી
અનંતગુણા |ભવી જીવો આઠમા અનંત પ્રમાણ હોવા છતાં પણ સિદ્ધોથી અનંતગુણ
અધિક છે. (અનંતના અનંત ભેદ છે.)