________________
[ ૨૬૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
કિરણ
(૧૮) સૂક્ષ્મ દ્વાર:११२ एएसि णं भंते ! जीवाणं सुहुमाणं, बादराणं, णोसुहुम णोबादराणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा णोसुहुम णोबादरा, बादरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂમ, બાદર, નોસૂક્ષ્મ-નોબળદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા નોસૂમ-નોબાદર છે (૨) તેનાથી બાદર જીવો અનંતગુણા છે અને (૩) તેનાથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે.. અઢારમું દ્વાર સંપૂર્ણ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ-નોબાદર, આ ત્રણ બોલનું અલ્પબદુત્વ છે. (૧) સર્વથી થોડા નોસૂક્ષ્મ-નોબાદર જીવો છે કારણ કે સિદ્ધ નોસૂક્ષ્મ-નોબાદર કહેવાય છે અને તે સૂક્ષ્મ અને બાદર રૂપ સર્વ જીવરાશિના અનંતમા ભાગ પ્રમાણ હોય છે. તેથી તે સર્વથી થોડાછે. (૨) તેનાથી બાદર જીવો અનંતગુણા છે કારણ કે એક બાદર નિગોદના જીવો પણ સિદ્ધોથી અનંતગુણા હોય છે. (૩) તેનાથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે કારણ કે સર્વ બાદર જીવોથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા જ હોય છે. સૂકમ-બાદર જીવોનું અલ્પબદુત્વઃક્રમ જીવ | પ્રમાણ ૧ | નોસૂક્ષ્મ-નોબાદર | સર્વથી થોડા | સિદ્ધ જીવો સૂક્ષ્મ-બાદર જીવોથી અનંતમા ભાગે છે. ૨| બાદર અનંતગુણા | બાદર નિગોદના જીવો સિદ્ધોથી અનંતગુણા છે. | ૩ | સૂક્ષ્મ | અસંખ્યાતગુણા | બાદર જીવોથી સૂક્ષ્મ (નિગોદના) જીવો અસંખ્યાતગુણા છે. (૧૯) સંજ્ઞી દ્વાર:११३ एएसिणं भंते ! जीवाणं सण्णीणं, असण्णीणं, णोसण्णी-णोअसण्णीणं च कयरे कयरेहिंतो अप्पा वा बहया वा तल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा सण्णी,णोसण्णी-णोअसण्णी अणंतगुणा, असण्णी अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા સંજ્ઞી જીવો છે, (૨) તેનાથી નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવો અનતગુણા છે અને (૩) તેનાથી અસંજ્ઞી જીવો અનંતગુણા છે. ઓગણીસમ તાર સંપૂર્ણ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી, એ ત્રણ બોલથી જીવોનું અલ્પબદુત્વ છે.
(૧) સર્વથી થોડા સંજ્ઞી જીવો છે કારણ કે તે માત્ર પંચેન્દ્રિય જીવોમાં જ હોય છે. (૨) તેનાથી નોસંજ્ઞી-નોઅસંજ્ઞી અનંતગુણા છે કારણ કે કેવળી અને અનંત સિદ્ધો નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે. (૩) તેનાથી અસંજ્ઞી અનંતગુણા છે કારણ કે તેમાં સમસ્ત એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય