________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબદુત્વ
| ૨૫૯ |
પ્રત્યેક શરીરી) સર્વથી અલ્પ છે. (૨) તેનાથી નોપરિત્ત-નોઅપરિત્ત અનંતગુણા છે. કારણ કે સિદ્ધ ભગવાન પરિત્તથી અનંતગુણા વધુ હોય છે અને (૩) તેનાથી અપરિત્ત અનંતગુણા છે કારણ કે અપરિત્ત જીવો બંને અપેક્ષાએ (અપરિત્ત સંસારી કે સાધારણ શરીરી વનસ્પતિકાયિક જીવો) સિદ્ધ ભગવાનથી અનંતગુણા છે. પરિત-અપરિત જીવોનું અલ્પબહુત્વ :ક્રમ જીવ | પ્રમાણ |
કારણ | પરિત્ત સર્વથી થોડા | પ્રત્યેક શરીરી તથા પરિત્ત સંસારી જીવો અલ્પ છે. ૨ | નો પરિત્ત-નોઅપરિત્ત અનંતગુણા | સિદ્ધ ભગવંતની અપેક્ષાએ. | ૩ | અપરિત્ત | અનંતગુણા | સાધારણ શરીરી વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ. (૧૦) પર્યાપ્ત દ્વાર:१११ एएसिणं भंते ! जीवाणं पज्जत्ताणं, अपज्जत्ताणं, णोपज्जत्त णोअपज्जत्ताणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा णोपज्जत्तगणोअपज्जत्तगा, अपज्जत्तगा अणंतगुणा, पज्जत्तगा संखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તા-નોઅપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા નો પર્યાપ્તા-નોઅપર્યાપ્તા
જીવો છે, (૨) તેનાથી અપર્યાપ્તા જીવો અનંતણા છે અને (૩) તેનાથી પર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે. // સતરમું દ્વાર સંપૂર્ણ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પર્યાપ્તા આદિ ત્રણ બોલોનું અલ્પબદુત્વ છે (૧) સર્વથી થોડા નો પર્યાપ્તાનોઅપર્યાપ્તા જીવો છે કારણ કે પર્યાપ્તા-અપર્યાપ્ત અવસ્થાથી રહિત અવસ્થાવાળા સિદ્ધ હોય છે અને સિદ્ધો પર્યાપ્તા અને અપર્યાપ્તા સંસારી જીવોથી થોડા છે. (૨) તેનાથી અપર્યાપ્તા અનંતગુણા છે કારણ કે સાધારણ વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. પ્રત્યેક નિગોદ શરીરમાં સિદ્ધોથી અનંતગુણા જીવો હોય છે અને તે સર્વ નિગોદ જીવનો એક અસંખ્યાતમો ભાગ હંમેશાં વિગ્રહગતિમાં હોય છે અને તે જીવો અપર્યાપ્તા હોય છે. તેથી અપર્યાપ્તા જીવો સિદ્ધોથી અનંતગુણા હોય છે. (૩) તેનાથી પર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતણા હોય છે. લોકમાં સૂક્ષ્મ જીવો સર્વથી અધિક છે તેથી પર્યાપ્ત જીવો સંખ્યાતગુણા થાય છે. પર્યાપ્ત અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વઃકિમ જીવ | પ્રમાણ
કારણ ૧ | નો પર્યાપ્તા-નોઅપર્યાપ્તા સર્વથી થોડા|સિદ્ધ જીવો નો પર્યાપ્તા-નોઅપર્યાપ્ત છે. તે સંસારી જીવોથી અલ્પ છે. ૨ | અપર્યાપ્તા | અનંતગુણા વનસ્પતિના અપર્યાપ્તા જીવો સિદ્ધોથી અનંતગુણા છે.
પર્યાપ્તા સંખ્યાતગુણા સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણ અધિક છે.