________________
[ ૨૫૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાષક અને અભાષક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા ભાષક જીવો છે, (૨) તેનાથી અભાષક અનંતગુણા છે.. પંદરમું દ્વાર સંપૂર્ણ II વિવેચન :
આ સૂત્રમાં ભાષક અને અભાષક જીવોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે.
ભાષાલબ્ધિસંપન જીવો ભાષક અને ભાષાલબ્ધિ રહિત જીવો અભાષક છે.(૧) સર્વથી થોડા ભાષક છે કારણ કે બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના ત્રસ જીવોને જ ભાષા લબ્ધિ હોય છે. તે જીવોની સંખ્યા અલ્પ છે. (૨) તેનાથી અભાષક અનંતગુણા છે કારણ કે સિદ્ધ ભગવાન, અયોગી કેવળી, પાંચે સ્થાવરના જીવો, અપર્યાપ્તા જીવો અને વાટે વહેતા જીવો અભાષક હોય છે. તેમાં સિદ્ધ અને વનસ્પતિકાયિક જીવો અનંતા હોવાથી તે ભાષકથી અનંતગુણા થાય છે. ભાષક–અભાષક જીવોનું અલ્પબદુત્વઃકમ જીવ | પ્રમાણ
કાર. | ૧ | ભાષક | સર્વથી થોડા |બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો ભાષક છે, તે અલ્પ છે.
અભાષક | અનંતગુણા સિદ્ધ તથા અનંત એકેન્દ્રિય જીવો અભાષક છે, ત્રસજીવોથી તે અનંતગુણા છે. (૧૬) પરિત્ત દ્વાર :११० एएसिणं भंते ! जीवाणं परित्ताणं अपरित्ताणं णोपरित्तणोअपरित्ताणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा परित्ता, णोपरित्तणोअपरित्ता अणंतगुणा, अपरित्ता अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિત્ત, અપરિત્ત અને નોપરિત્ત-નોઅપરિત્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વ થોડા પરિત્ત છે, (૨) તેનાથી નોપરિત-નોઅપરિત્ત અનંતગણા છે અને (૩) તેનાથી અપરિત્ત અનંતગુણા છે. સોળમું દ્વાર સંપૂર્ણ વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પરિત્ત આદિ ત્રણ બોલોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે. પરિત્ત - પરિત્તના બે પ્રકાર છે– (૧) સંસાર પરિત્ત અને (૨) કાય પરિત્ત. સંસાર પરિત્ત– પરિતા પરિમિત: સવાસી સંસીશ્વપરિત સંસાર:1 જે જીવોનો સંસારકાળ પરિમિત્ત થઈ ગયો હોય અર્થાત્ જે જીવોને હવે સંસારમાં સંખ્યાત કે અસંખ્યાત કાળ જ રહેવાનું હોય, તે સંસાર પરિત્ત કહેવાય છે અને જે જીવને સંસારમાં અનંતકાળ પરિભ્રમણ કરવાનું હોય તેને સંસાર અપરિત્ત(અનંત સંસારી કે અપરિત્ત સંસારી) કહે છે. (૨) કાયપરિત્ત-પ્રત્યેક શરીરી જીવો કાયપરિત્ત અને સાધારણ શરીરી જીવો કાયઅપરિત્ત કહેવાય છે. પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સંસાર પરિત્તના સ્થાને ભવ પરિત્ત શબ્દ પ્રયોગ છે. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પરિત્ત છે કારણ કે પરિત્ત જીવો બને અપેક્ષાએ(પરિત્ત સંસારી અથવા