________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ર૫૭ ]
वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा अणाहारगा, आहारगा असंखेज्जगुणा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! આહારક અને અનાહારક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા અનાહારક જીવો છે અને (૨) તેનાથી આહારક જીવો અસંખ્યાતગુણા છે.ચૌદમું દ્વાર સંપૂર્ણ વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં આહારક અનાહારકની ન્યૂનાધિકતાથી વિચારણા છે. (૧) સર્વથી થોડા અનાહારક છે. (૨) આહારક જીવો તેનાથી અસંખ્યગુણા જ હોય છે.
विग्गहगइमावण्णा, केवलिणो समोहया अजोगी य ।
सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥ વળાંકવાળી વિગ્રહગતિ સમાપન્નક જીવો વાટે વહેતી અવસ્થારૂપ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો, સમુદ્યાત પ્રાપ્ત કેવળીઓ, અયોગી કેવળી અને સિદ્ધો, આ બધા જીવો અનાહારક હોય છે. તે સિવાયના સર્વ જીવો આહારક હોય છે. અનાહારક જીવો સમસ્ત આહારક જીવોની અપેક્ષાએ અલ્પસંખ્યક છે.
અનંત વનસ્પતિકાયિક જીવો આહારક છે, પરંતુ સૂક્ષ્મ અને બાદરનિગોદ જીવોના શરીરો અસંખ્યાતા જ છે. તેમ જ તે જીવો એક મુહુર્તમાં ૬૫,૫૭૬ જન્મ-મરણ કરે છે. તેનું આયુષ્ય અત્યંત અલ્પ હોવાથી તે અનંત જીવોમાંથી ઘણા જીવો વિગ્રહગતિમાં હોય છે. ત્રાન્તિ સનયરિપતુલ્યાઃ સુલ નિનોના सर्वकालं विग्रहे वर्तमाना लभ्यन्ते, ततोऽनाहारका अप्यतिबहवः सकलजीवराश्यसंख्येयभागतुल्या રૂતિ તે: આહાર સોયનુ વિનાનાબારા એક અંતર્મુહૂર્તમાં જેટલા સમય છે, તેટલા સૂક્ષ્મ નિગોદના જીવો હંમેશાં વિગ્રહગતિમાં હોય છે અને તેમાં પણ વક્રગતિએ જનારા અનાહારક જીવો વિશેષ હોય છે. તે જીવો સમસ્ત જીવ રાશિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ રીતે અનાહારક જીવો પણ ઘણા હોય છે. તેથી આહારક જીવો અનાહારક જીવોથી અનંતગુણા થતા નથી પરંતુ અસંખ્યાતગુણા જ થાય છે. આહારક-અનાહારકની અપેક્ષાએ જીવોનું અ૫બહુત્વ :ક્રમ જીવ | પ્રમાણ ૧| અનાહારક | સર્વથી થોડા વિક્રગતિવાળા વાટે વહેતા જીવો, કેવળી સમુદ્યાતને પ્રાપ્ત કેવળી; અયોગી
કેવળી અને સિદ્ધ ભગવાન અનાહારક હોય છે અને તે આહારક જીવોથી
અલ્પ હોય છે. | ૨ | આહારક | અસંખ્યાતગુણા સ્થાનસ્થિત આહારક જીવો વધુ હોય છે. (૧૫) ભાષકદ્વાર :१०९ एएसि णं भंते ! जीवाणं भासगाणं अभासगाणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा भासगा, अभासगा સતગુણા |
કારણ