________________
૨૫૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
| |
]
સંયતની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વઃકમી જીવ | પ્રમાણ
કારણ - સંયત | સર્વથી થોડા |સંયત જીવોની સંખ્યા અનેક હજાર કરોડની જ છે.
સંયતાસંયત | અસંખ્યાતગુણા અસંખ્ય તિર્યંચ પંચેન્દ્રિય પણ સંયતાસંયત(શ્રાવક) હોય છે. ૩ | નોસંયત આદિ | અનંતગુણા સિદ્ધોની અપેક્ષાએ. ૪ | અસંયત | અનંતગુણા વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ. (૧૩) ઉપયોગ દ્વાર:१०७ एएसिणं भंते ! जीवाणं सागारोवउत्ताणं अणागारोवउत्ताणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा जीवा अणागारोवउत्ता, सागारोवउत्ता संखेज्जगुणा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! સાકારોપયોગી (જ્ઞાનના ઉપયોગમાં વર્તતા) જીવો અને અનાકારોપયોગી (દર્શનના ઉપયોગમાં વર્તતા) જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ (૧) સર્વથી થોડા અનાકારોપયોગયુક્ત જીવો છે, (૨) તેનાથી સાકારોપયોગયુક્ત જીવો સંખ્યાતગુણા છે.. તેરમું દ્વાર સંપૂર્ણ વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સાકાર-અનાકાર બે ઉપયોગની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન છે.
સાકારોપયોગીમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, તે આઠ બોલના ઉપયોગમાં વર્તતા જીવોનો અને અનાકારોપયોગીમાં ચાર દર્શનના ઉપયોગમાં વર્તતા જીવોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં સમુચ્ચય રૂપે સાકાર અને અનાકાર આ બે ઉપયોગના અલ્પબદુત્વનું કથન કર્યું છે.
(૧) સર્વથી થોડા અનાકારોપયોગી જીવો છે. પ્રત્યેક જીવોને સાકાર અને અનાકાર બંને ઉપયોગ હોય છે, અનાકારોપયોગની સ્થિતિ અલ્પ છે તેથી તેની સંખ્યા સદાઅલ્પ હોય છે. (૨) તેનાથી સાકારોપયોગી સંખ્યાતણા છે કારણ કે તેની સ્થિતિ અનાકાર ઉપયોગની અપેક્ષાએ કંઈક અધિક હોય છે તેથી તે જીવોની સંખ્યા અધિક થઈ જાય છે. ઉપયોગની અપેક્ષાએ જીવોનું અલ્પબહુત - ક્રમ જીવ | પ્રમાણ
કારણ | ૧ |અનાકારોપયોગી| સર્વથી થોડા | સ્થિતિ અલ્પ હોવાથી પૃચ્છા સમયે થોડા હોય છે. ૨| સાકારોપયોગી | સંખ્યાતગુણા | સ્થિતિ વધુ હોવાથી પૃચ્છા સમયે અધિક હોય છે.
(૧૪) આહાર દ્વાર:१०८ एएसिणं भंते ! जीवाणं आहारगाणं अणाहारगाणं च कयरे कयरेहितो अप्पा