________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
અચક્ષુદર્શની અનંતગુણા છે. ॥ અગિયારમું દ્વાર સંપૂર્ણ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચાર દર્શનોની અપેક્ષાએ જીવોના અલ્પબહુત્વનું નિરૂપણ છે. (૧) સર્વથી થોડા અવધિદર્શની છે કારણ કે અવધિદર્શન સર્વ દેવો અને નારકીને તેમજ કેટલાક સંશી પંચેન્દ્રિય તિર્યંચ તથા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને જ હોય છે. (૨) તેનાથી ચક્ષુદર્શની જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે સર્વ પંચેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોને ચક્ષુદર્શન હોય છે. (૩) તેનાથી કેવળદર્શની સિદ્ધોની અપેક્ષાએ અનંતગુણા છે. (૪) તેનાથી અચક્ષુદર્શની વનસ્પતિકાયની અપેક્ષાએ અનંતગુણા છે.
દર્શનની અપેક્ષાએ જીવોનું અલ્પબહુત્વ –
ક્રમ
૧
ર
જીવ
અવધિદર્શની
ચક્ષુદર્શની
૩
કેવલદર્શની
૪ | અચક્ષુદર્શની
પ્રમાણ
સર્વથી થોડા
અસંખ્યાતગુણા
૫૫
અનંતગુણા
અનંતગુણા
કારણ
દેવ, નારક તેમજ કેટલાક તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે. તેમાં ચૌરેન્દ્રિય અને સમસ્ત તિર્યંચ પંચેન્દ્રિયનો સમાવેશ થાય છે. તેથી તેની સંખ્યા વધે છે.
સિદ્ધોની અપેક્ષાએ.
વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ.
(૧૨) સંયતદ્વાર ઃ
| १०६ एएसि णं भंते ! जीवाणं संजयाणं, असंजयाणं, संजयासंजयाणं, णोसंजय णोअसंजयणोसंजयासंजयाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा जीवा संजया, संजयासंजया असंखेज्जगुणा, णोसंजयणोअसंजय-णोसंजयासंजया अनंतगुणा, असंजया अनंतगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા સંયત છે, (૨) તેનાથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત અનંતગુણા છે અને (૪) તેનાથી અસંયત અનંતગુણા છે. II બારમું દ્વાર સંપૂર્ણ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચારિત્રની અપેક્ષાએ સંયત આદિ ચાર બોલોનું અલ્પબહુત્વ પ્રગટ કર્યું છે.
(૧) સર્વથી થોડા સંયત છે કારણ કે તે મનુષ્ય ગતિમાં જ હોય છે તેની ઉત્કૃષ્ટ સંખ્યા અનેક હજાર ક્રોડ હોય છે. (૨) તેનાથી સંયતાસંયત-દેશવિરતિ અસંખ્યાતગુણા છે કારણ કે અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયો વ્રતધારણ કરીને દેશવિરિત બને છે. (૩) તેનાથી નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત અનંતગુણા છે. કારણ કે આ બોલમાં સિદ્ધ ભગવાન છે અને તે અનંત છે. (૪) તેનાથી અસંયત જીવો વનસ્પતિની અપેક્ષાએ અનંતગુણા છે, કારણ કે વનસ્પતિના જીવો સિદ્ધોથી અનંતગુણા હોય છે.