________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અહ૫બહુત],
[ ૨૫૩]
१०४ एएसि णं भंते ! जीवाणं आभिणिबोहियणाणीणं सुयणाणीणं, ओहिणाणीणं, मणपज्जवणाणीणं, केवलणाणीणं, मइअण्णाणीणंसुयअण्णाणीणं विभंगणाणीणंचकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा मणपज्जवणाणी, ओहिणाणी असंखेज्जगुणा, आभिणिबोहियणाणी सुयणाणी यदो वितुल्ला विसेसाहिया, विभंगणाणी असंखेज्जगुणा, केवलणाणी अणंतगुणा, मइअण्णाणी सुयअण्णाणी यदो वितुल्ला अणंतगुणा । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે, (૨) તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, (૩-૪) તેનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બંને પરસ્પર તુલ્ય છે (૫) તેનાથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા છે (૭-૮) તેનાથી મતિઅજ્ઞાની-શ્રુતઅજ્ઞાની અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે.II દશમું દ્વાર સંપૂર્ણ II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના અલ્પબદુત્વની પ્રથકુ-પૃથક અને સંયુક્તરૂપે વિચારણા કરી છે. શાનની અપેક્ષાએ જીવોન અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે કારણ કે મન:પર્યવજ્ઞાન ઋદ્ધિપ્રાપ્ત સંયમી સાધુને જ થાય છે. તે સર્વથી અલ્પ હોય છે. (૨) તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા અધિક છે કારણ કે અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિ નારકી અને દેવો, સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચને હોય છે. આ રીતે ચારેય ગતિના જીવોમાં સંભવે છે. (૩-૪) તેનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે કારણ કે અવધિજ્ઞાન વિના પણ મતિ-શ્રુતજ્ઞાની હોય છે. જે સંજ્ઞી તિર્યચ-મનુષ્યોને અવધિજ્ઞાન નથી તેવા સંજ્ઞી તિર્યંચ તથા મનુષ્યોને પણ આ બંને જ્ઞાન હોય છે. તે ઉપરાંત વિક્લેન્દ્રિયના અપર્યાપ્તામાં સાસ્વાદન સમકિતની અપેક્ષાએ આ બે જ્ઞાન હોય છે. આ બંને જ્ઞાન પરસ્પર તુલ્ય છે કારણ છે કે મતિ અને શ્રુત બંને પરસ્પર સહચારી છે. અવધિજ્ઞાનીથી મતિ-શ્રુતજ્ઞાની વિશેષાધિક છે કારણ કે અવધિજ્ઞાની કરતા મતિ-શ્રત જ્ઞાની બમણા થતાં નથી. પરંતુ કંઈક અધિક થાય છે (૫) તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા છે. સિદ્ધ ભગવાન કેવળજ્ઞાની હોય છે અને સિદ્ધો અનંત છે. કિમ જીવ | પ્રમાણ
કારણ ૧ | મન:પર્યવજ્ઞાની સર્વથી થોડા | સંયત મનુષ્યોને જ હોય છે. ૨ | અવધિજ્ઞાની | અસંખ્યાતગુણા | ચારે ગતિના જીવોમાં સંભવે છે. ૩-૪ મતિ-શ્રુતજ્ઞાની| વિશેષાધિક અને | અવધિજ્ઞાન રહિતના સમ્યગ્દષ્ટિ સંજ્ઞી મનુષ્યો અને
| પરસ્પર તુલ્ય | સંજ્ઞી તિર્યંચોને પણ હોય છે. | ૫ | કેવળજ્ઞાની | અનંતગુણા | સિદ્ધ ભગવંતોની અપેક્ષાએ.