________________
૨પર |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
सम्मामिच्छादिट्ठी, सम्मदिट्ठी अणंतगुणा, मिच्छादिट्ठी अणंतगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યુગ્મિથ્યાદષ્ટિ(મિશ્ર દષ્ટિ) જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા મિશ્રદષ્ટિ જીવો છે, (૨) તેનાથી સમ્યગુદષ્ટિ જીવો અનંતણા છે અને (૩) તેનાથી મિથ્યાદષ્ટિ અનંતગુણા છે. નવમું દ્વાર સંપૂર્ણ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણેય દષ્ટિઓની અપેક્ષાએ અલ્પબદુત્વ છે. (૧) સર્વથી થોડા મિશ્રદષ્ટિ જીવો છે, કારણ કે મિશ્રદષ્ટિની સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે, તેમજ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પર્યાપ્તાવસ્થામાં જ મિશ્રદષ્ટિ હોય છે. તેથી તે સર્વથી થોડા છે. (૨) તેનાથી સમ્યગુદષ્ટિ અનંતણા છે. કારણ કે તે જીવો ચારે ય ગતિઓમાં તેમજ અનંત સિદ્ધોમાં હોય છે. (૩) તેનાથી મિથ્યાદષ્ટિ જીવો અનંતગુણા છે કારણ કે વનસ્પતિ આદિ સર્વ એકેન્દ્રિય જીવો એકાંત મિથ્યાદષ્ટિ જ હોય છે. દષ્ટિની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વઃકિમ જીવ | પ્રમાણ
કારણ ૧ | મિશ્રદષ્ટિ | સર્વથી થોડા | અંતર્મુહૂર્તની જ સ્થિતિ હોવાથી અલ્પ હોય છે. ૨ સમ્યગુદૃષ્ટિ અનતગુણા | સિદ્ધોની અપેક્ષાએ અનંતગુણા થાય છે. | ૩ મિથ્યાષ્ટિ અનંતગુણા | વનસ્પતિકાયની અપેક્ષાએ, સિદ્ધોથી તેની સંખ્યા વધુ છે. (૧૦) જ્ઞાન દ્વાર:१०२ एएसि णं भंते ! जीवाणं आभिणिबोहियणाणीणं, सुयणाणीणं, ओहिणाणीणं, मणपज्जवणाणीणं, केवलणाणीणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा मणपज्जवणाणी, ओहिणाणी असंखेज्जगुणा, आभिणिबोहियणाणी सुयणाणी दो वि तुल्ला विसेसाहिया, केवलणाणी अणंतगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે, (૨) તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, (૩-૪) તેનાથી મતિજ્ઞાની-શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બંને પરસ્પર તુલ્ય છે (૫) તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા છે. १०३ एएसिणं भंते ! जीवाणं मइअण्णाणीणं, सुयअण्णाणीणं विभंगणाणीणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा विभंगणाणी मइअण्णाणी सुयअण्णाणी दो वि तुल्ला अणंतगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મતિઅજ્ઞાની, શ્રતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા વિભંગજ્ઞાની છે, (૨) તેનાથી મતિઅજ્ઞાની-શ્રુતઅજ્ઞાની અનંતગુણા છે અને બંને પરસ્પર તુલ્ય છે.