________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
૨૫૧ |
વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં લશ્યાના માધ્યમથી અલ્પબદુત્વની પ્રરૂપણા કરી છે.
(૧) સર્વથી થોડા શુક્લલશી છે કારણ કે શુક્લલેશ્યા છઠ્ઠાલાંતકદેવલોકથી અનુત્તરવિમાન પર્યંતના દેવોમાં, કેટલાક મનુષ્યોમાં તથા તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ હોય છે. (૨) તેનાથી પદ્મવેશી જીવો સંખ્યાતણા છે કારણ કે ત્રીજાથી પાંચમા દેવલોકના દેવોમાં, ઘણા મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયોમાં વધુ હોય છે. (૩) તેનાથી તેજોલેશી સંખ્યાતગુણા છે કારણ કે કેટલાક ભવનપતિ-વાણવ્યંતર દેવોમાં, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકના સર્વદેવોમાં તથા કેટલાક મનુષ્ય-તિર્યંચોમાં તેજોવેશ્યા હોય છે. પાલેશી દેવોથી તેજોલેશી
જ્યોતિષી દેવોની સંખ્યા અસંખ્યાતણી છે. તેમ છતાં સૂત્રકારે પદ્મવેશી જીવોથી તેજોલેશી જીવોને સંખ્યાતગુણા કહ્યા છે.તેનું કારણ એ છે કે પ્રસ્તુત અલ્પબદુત્વનું કથન સમુચ્ચય જીવોની અપેક્ષા એ છે તેમાં તિર્યંચની મુખ્યતાથી આ અલ્પબદુત્વ ઘટિત થાય છે.
(૪) તેનાથી અલેશી અનંતગુણા છે, કારણ કે તેનો આદિ ત્રણ વેશ્યાવાળા જીવો અસંખ્યાતા જ છે અને અલેશી(સિદ્ધો) અનંત છે. (૫) તેનાથી કાપોતલેશી અનંતગુણા છે. વનસ્પતિના જીવો સિદ્ધો કરતાં અનંતગુણા છે. વનસ્પતિ જીવોમાં કાપોત, નીલ, કૃષ્ણ લેશ્યા હોય છે. (૬) તેનાથી નીલલેશી જીવો વિશેષાધિક છે કારણ કે ઉત્તરોતર અશુભ લેશ્યાવાળા જીવો સ્વાભાવિક રીતે વધુ હોય છે (૭) તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક છે (૮) તેનાથી સલેશી વિશેષાધિક છે, કારણ કે તેમાં છએ વેશ્યાવાળા જીવોની ગણના છે. લેશ્યાની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વ:– કમ| જીવ | પ્રમાણ
કારણ ૧ | શુક્લલશી | સર્વથી થોડા છઠ્ઠા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના દેવો, કર્મભૂમિનાતિર્યંચ પંચેન્દ્રિય
| અને મનુષ્યો શુક્લલશી હોય છે, તે અલ્પ જ હોય છે. ૨ | પદ્મલેશી | સંખ્યાતગુણા ૩,૪,૫ દેવલોકના સમસ્ત દેવોમાં, કેટલાક તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોમાં
| હોય છે. ૩ | તેજોલેશી | સંખ્યાતગુણા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ૧,૨ દેવલોકના દેવોમાં, ઘણા તિર્યંચ
પંચેન્દ્રિય અને મનુષ્યોમાં હોય છે. ૪ | અલેશી | અનંતગુણા | સિદ્ધ ભગવંત અલેશી છે, તે અનંત છે. ૫ | કાપોતલેશી, અનંતગુણા | વનસ્પતિકાયનો સમાવેશ થાય છે. ૬ | નીલલેશી | વિશેષાધિક | અશુભલેશ્યા ઉત્તરોત્તર અધિક જીવોને હોય છે. ૭ | કૃષ્ણલેશી |વિશેષાધિક | અશુભલેશ્યા ઉત્તરોત્તર અધિક જીવોને હોય છે. ૮ | સલેશી |વિશેષાધિક| સર્વલેશ્યાવાળા જીવોનો સમાવેશ થાય છે. તો પણ કૃષ્ણલેશીથી બમણા થતા
નથી માટે વિશેષાધિક જ થાય છે. (૯) દષ્ટિદ્વાર :१०१ एएसिणं भंते ! जीवाणं सम्मदिट्ठीणं मिच्छादिट्ठीणं सम्मामिच्छादिट्ठीणं च कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा