________________
૨૫૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અકષાયી જીવો છે, કારણ કે અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવો તથા કેવળી અને સિદ્ધો અકષાયી છે. તે જીવો સકષાયી સંસારી જીવોથી અલ્પ છે. (૨) તેનાથી માનકષાયી જીવો વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ અનંતગુણા છે. (૩–૪–૫) તેનાથી ક્રોધ, માયા અને લોભકષાયી જીવો ક્રમશઃ વિશેષાધિક છે, વનસ્પતિકાયિક જીવોને ચારે કષાય હોય છે. તેથી ચારે કષાયવાળા જીવો અકષાયી જીવોથી અનંતગુણા જ થાય છે. પરંતુ ક્રોધ, માયા અને લોભકષાયના પરિણામની સ્થિતિ ઉત્તરોત્તર વિશેષ છે. તેથી ક્રોધ, માયા અને લોભકષાયયુક્ત જીવોની સંખ્યા પણ ઉત્તરોત્તર વિશેષ થાય છે. તે તરતમતા પ્રદર્શિત કરવા સૂત્રકારે અકષાયી જીવોથી માનકષાયી જીવોને અનંતગુણા અને ત્યાર પછી ક્રોધ, માયા અને લોભકષાયી જીવોને ક્રમશઃ વિશેષાધિક કહ્યા છે. (૬) તેનાથી સકષાયી જીવો વિશેષાધિક છે કારણ કે તેમાં ક્રોધાદિ ચારે કષાય- વાળા જીવોનો સમાવેશ થઈ જાય છે. કષાયની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વઃક્રમ જીવ | પ્રમાણ |
કારણ ૧ અકષાયી | સર્વથી થોડા| સિદ્ધ જીવો અને ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્તી મનુષ્યો અકષાયી હોય છે, તે
અલ્પ જ હોય છે. ૨ |માનકષાયી | અનંતગુણા | સર્વ સંસારી જીવોમાં ચારે કષાય છે. વનસ્પતિની અપેક્ષાએ અનંતગુણા છે. ૩ ક્રિોધ કષાયી | વિશેષાધિક | સ્થિતિ વિશેષ છે. ૪)માયા કષાયી| વિશેષાધિક | ઉત્તરોત્તર સ્થિતિ વિશેષ છે. ૫ લોભ કષાયી વિશેષાધિક | ઉત્તરોત્તર સ્થિતિ વિશેષ છે. | ૬ |સકષાયી |વિશેષાધિક | સર્વ સકષાયી જીવોનો સમાવેશ થાય છે. (૮) લેશ્યા દ્વાર:१०० एएसिणं भंते ! जीवाणं सलेस्साणं, किण्हलेस्साणं, णीललेस्साणं काउलेस्साणं, तेउलेस्साणं, पम्हलेस्साणं, सुक्कलेस्साणं, अलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा सुक्कलेस्सा, पम्हलेस्सा संखेज्जगुणा, तेउलेस्सा संखेज्जगुणा, अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, णीललेस्सा विसेसाहिया, किण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી, કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી, તેજોલેશી, પઘલેશી, શુક્લલેશી અને અલેશી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા શુક્લલેશી જીવો છે, (૨) તેનાથી પાલેશી જીવો સંખ્યાતગુણા છે, (૩) તેનાથી તેજોલેશી જીવો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી અલેશી અનંતગુણા છે, (૫) તેનાથી કાપોતલેશી જીવો અનંતગુણા છે, (૬) તેનાથી નીલલેશી જીવો વિશેષાધિક છે, (૭) તેનાથી કૃષ્ણલેશી જીવો વિશેષાધિક છે અને (૮) તેનાથી સલેશી જીવો વિશેષાધિક છે. આઠમું દ્વાર સંપૂર્ણ II